<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd July 2024

શ્વેતાની તસ્‍વીરો થઇ વાયરલ

 

 

અભિનેત્રી શ્વેતા તિવારીએ ટીવી પરદે કામ કરીને ખુબ ચાહના મેળવી છે. કસોટી જિંદગી કી, કહીં કિસી રોજ સહિતની સિરીયલો તેણે કરી છે. તે વેબ શોમાં અને રિયાલીટી શોમાં પણ ભાગ લઇ ચુકી છે. તેતાલીસ વર્ષની ઉમરે પણ તે પોતાની ફિટનેસ અને ફેશન સેન્‍સને કારણે સતત ચર્ચામાં રહે છે. અવાર-નવાર તે ફોટોશુટ કરાવી સોશિયલ મિડીયા પર તસ્‍વીરો પોસ્‍ટ કરતી રહે છે. તાજેતરમાં તેણે લિફટમાં આવી તસ્‍વીરો ખૈચાવી હતી. જેમાં તે ખુબ જ હોટ દેખાઇ રહી છે. તેની આ તસ્‍વીરોએ ખુબ ચર્ચા જગાવી છે અને ભારે  વાયરલ થઇ છે. શ્વેતા ભોજપુરી ફિલ્‍મો અને બોલીવૂડમાં પણ કામ કરી ચુકી છે.

(10:01 AM IST)