<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd July 2024

શ્રીકાંત તિવારી બહુ ઝડપથી આવશે સામે

 મનોજ વાજપેયીની બહુ વખણાયેલી વેબ સીરિઝ ફેમિલીમેન-થ્રીનું શુટીંગ શરૂ થઇ ગયું છે. ફિલ્‍મમાં પ્રિયામણી, શારીબ હાસમી પણ છે. મનોજ ફરી શ્રીકાંત તિવારી બનીને આવશે. આ સીરિઝના બંને ભાગ બહુ જ લોકપ્રિય બન્‍યા હતા. ત્‍યારથી ચાહકો તેના ત્રીજા ભાગની ડિમાન્‍ડ કરી રહ્યા હતા. આ સીરિઝનું શુટીંગ શરૂ થયું છે અને ઝડપથી ત્રીજો ભાગ ચાહકો સામે આવશે. આ સીરિઝના બીજા ભાગમાં  આત્‍મઘાતી આતંકીની ભુમિકામાં સામંથા રૂથ પ્રભુ છવાઈ ગઈ હતી. તે આ સીરિઝના ત્રીજા ભાગમાં નહિ હોય તો તેના જેવી કોઈ અન્‍ય સરપ્રાઈઝ એન્‍ટ્રી હશે કે કેમ તે વિશે ચાહકોમાં અટકળો શરૂ થઇ છે.

 

(11:37 AM IST)