News of Wednesday, 10th July 2024
શ્રીકાંત તિવારી બહુ ઝડપથી આવશે સામે

મનોજ વાજપેયીની બહુ વખણાયેલી વેબ સીરિઝ ફેમિલીમેન-થ્રીનું શુટીંગ શરૂ થઇ ગયું છે. ફિલ્મમાં પ્રિયામણી, શારીબ હાસમી પણ છે. મનોજ ફરી શ્રીકાંત તિવારી બનીને આવશે. આ સીરિઝના બંને ભાગ બહુ જ લોકપ્રિય બન્યા હતા. ત્યારથી ચાહકો તેના ત્રીજા ભાગની ડિમાન્ડ કરી રહ્યા હતા. આ સીરિઝનું શુટીંગ શરૂ થયું છે અને ઝડપથી ત્રીજો ભાગ ચાહકો સામે આવશે. આ સીરિઝના બીજા ભાગમાં આત્મઘાતી આતંકીની ભુમિકામાં સામંથા રૂથ પ્રભુ છવાઈ ગઈ હતી. તે આ સીરિઝના ત્રીજા ભાગમાં નહિ હોય તો તેના જેવી કોઈ અન્ય સરપ્રાઈઝ એન્ટ્રી હશે કે કેમ તે વિશે ચાહકોમાં અટકળો શરૂ થઇ છે.
(9:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
