<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th July 2024

ઉર્વશી રૌતેલાનો કપડા ઉતારતી હોય તેવો વિડીયો થયો વાયરલ

મુંબઇ તા. ૧૭: અભિનેત્રી ઉર્વશી રોતેલાનો પ્રાઇવેટ વિડીયો ઇન્‍ટરનેટ પર લિક થયો છે. જેમાં અભિનેત્રી કપડા ઉતારતી જોવા મળી છે. અભિનય અને સોશિયલ મિડીયાની સક્રિયતાને કારણે ચર્ચામાં રહેતી ઉર્વશીનો વિડીયો વાયરલ થયો છે જેમાં તે બાથરૂમમાં દેખાઇ રહી છે. વિડીયો જોતા એવુ લાગે છે કે કોઇએ ચોરીછુપીથી રેકોર્ડ કર્યો છે. આ કારણે ચાહકો નારાજ છે અને હેરાન પણ છે. બોલીવૂડની ખુબસુરત અભિનેત્રી ઉર્વશીનો ૨૫ સેકન્‍ડનો વિડીયો સોશિયલ મિડીયા પર વાયરલ થયો છે. જેમાં તે બાથરૂમમાં છે અને ટુવાલને હેન્‍ગર પર લટકાડતી દેખાય છે, પછી કુર્તો ઉતારતી દેખાય છે. કેટલાક ચાહકો આ વિડીયોને શેર ન કરવાની પણ વિનંતી કરી રહ્યા છે. કેટલાક યુઝર્સ આ વિડીયોને એઆઇ જનરેટેડ વિડીયો પણ કહી રહ્યા છે. અભિનેત્રી તરફથી આ વિડીયો અંગે કોઇ પ્રતિક્રિયા સામે આવી નથી.

(4:15 PM IST)