News of Thursday, 18th July 2024
ભારતીય ફિલ્મોનું કલેક્શન 5000 કરોડને પાર! 'કલ્કિ 2898 એડી' જીતી: જુઓ ટોચની 10 યાદી
જાન્યુઆરીથી અત્યાર સુધી, બોક્સ ઓફિસ કલેક્શનની દ્રષ્ટિએ જૂન સૌથી આગળ; આ મહિને બોક્સ ઓફિસ પર કુલ 1200 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી

મુંબઈ :ભારતીય બોક્સ ઓફિસ રિપોર્ટ કાર્ડ 2024: વર્ષ 2024 ના 6 મહિના વીતી ગયા અને આ સમયગાળા દરમિયાન એક પછી એક ઘણી ફિલ્મો રિલીઝ થઈ. કેટલીક ફિલ્મો બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરવામાં સફળ રહી હતી જ્યારે કેટલીક નિષ્ફળ રહી હતી.
જો કે હવે 6 મહિનામાં ભારતીય ફિલ્મોની કમાણી 5000 કરોડ રૂપિયાના આંકડાને પાર કરી ગઈ છે. આ સિદ્ધિ હાંસલ કરવામાં સૌથી વધુ યોગદાન આપનાર ફિલ્મ પ્રભાસની પાન ઈન્ડિયા ફિલ્મ 'કલ્કી 2898 એડી' છે.
ઓરમેક્સ મીડિયાના જણાવ્યા અનુસાર, જાન્યુઆરીથી અત્યાર સુધી, બોક્સ ઓફિસ કલેક્શનની દ્રષ્ટિએ જૂન સૌથી આગળ છે
'કલ્કી 2898 એડી'ની રિલીઝ સાથે આ મહિને બોક્સ ઓફિસ પર કુલ 1200 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. 'કલ્કી 2898 એડી'એ રૂ. 5,015 કરોડની ફિલ્મોની કુલ કમાણી માટે 15 ટકા યોગદાન આપ્યું છે.
2024નું કલેક્શન 2023ની સરખામણીમાં 3% વધુ છે. નાગ અશ્વિનની 'કલ્કી 2898 એડી' 2024ના પહેલા ભાગમાં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ છે
. હિન્દી, તેલુગુ, તમિલ અને મલયાલમ ઉપરાંત હોલીવુડની એક ફિલ્મ પણ ભારતીય બોક્સ ઓફિસ પર મજબૂત કલેક્શનની યાદીમાં સામેલ છે.
2024ના પ્રથમ છ મહિનામાં કમાણી કરનારી ફિલ્મોમાં રિતિક રોશનની 'ફાઇટર' બીજા સ્થાને છે. તેણે ભારતમાં 243 કરોડ રૂપિયાની કમાણી કરી છે. 'હનુમાન' 240 કરોડ રૂપિયા સાથે ત્રીજા સ્થાને છે, 'શૈતાન' 178 કરોડ રૂપિયા સાથે પાંચમા સ્થાને છે. મહેશ બાબુની ફિલ્મ 'ગુંટુર કરમ' 142 કરોડના કલેક્શન સાથે છઠ્ઠા સ્થાને છે. જ્યારે હોલીવુડ ફિલ્મ 'ગોડઝિલા એક્સ કોંગઃ ધ ન્યૂ એમ્પાયર' 136 કરોડની કમાણી કરીને સાતમા સ્થાને છે. 'મુંજ્યા' રૂપિયા 121 કરોડ સાથે આઠમા સ્થાને, 'આદુજીવિથમ' રૂપિયા 104 કરોડ સાથે નવમા સ્થાને અને 'આવેશમ' રૂપિયા 101 કરોડ સાથે 10મા સ્થાને છે
(1:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
