તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 18th July 2024
સરદાર 2ની એક્શન સિક્વન્સના શૂટિંગ દરમિયાન સર્જાયો અકસ્માત : સ્ટંટમેન ઈલુમલાઈનું મોત

મુંબઈ: ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. કાર્તિ સ્ટારર 'સરદાર 2' ના સેટ પર એક મોટા અકસ્માતમાં 54 વર્ષીય વરિષ્ઠ સ્ટંટમેન ઈલુમલાઈનું અવસાન થયું. સ્ટંટ શૂટ કરતી વખતે ઈલુમલાઈ 20 ફૂટની ઉંચાઈ પરથી પડી ગયા, ત્યારબાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. જ્યારે સ્ટંટમેનને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો ત્યારે ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.આ સમાચાર બાદ સમગ્ર ઈન્ડસ્ટ્રી શોકમાં ડૂબી ગઈ છે. ઘણા સ્ટાર્સે ઈલુમલાઈને શ્રદ્ધાંજલિ આપી છે. ફિલ્મની પ્રોડક્શન ટીમે એક પ્રેસ રિલીઝ પણ જારી કરીને આ સમાચારની પુષ્ટિ કરી છે અને સ્વર્ગસ્થ ઈલુમલાઈને શ્રદ્ધાંજલિ પણ આપી છે.'સરદાર 2'નું શૂટિંગ ચેન્નાઈના સાલીગ્રામમાં એલવી પ્રસાદ સ્ટુડિયોમાં ચાલી રહ્યું હતું. આ અકસ્માત બાદ વિરુગમ્બક્કમ પોલીસ અધિકારીઓને અકસ્માતની જાણ કરવામાં આવી હતી, ત્યારબાદ પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. ઈલુમલાઈ 54 વર્ષના હતા અને આટલી ઊંચાઈ પરથી પડી જવાને કારણે તેમને ગંભીર ઈજાઓ થઈ હતી. રાત્રે 11:30 વાગ્યે આંતરિક રક્તસ્રાવને કારણે તેમનું મૃત્યુ થયું હતું.
(5:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
