News of Monday, 22nd July 2024
આમીર સાથે ડિવોર્સ બાદ હું વધુ ખુશ છું
છૂટાછેડાના ૩ વર્ષ બાદ કિરણ રાવે તોડયું મૌન

બોલિવુડ એક્ટર આમિર ખાન અને કિરણ રાવના ડિવોર્સને ત્રણ વર્ષ થઈ ચુકયા છે. બન્નેએ ૧૬ વર્ષ સાથે રહ્યા બાદ વર્ષ ૨૦૨૧માં ડિવોર્સ લેવાનો નિર્ણય કર્યો. ડિવોર્સ બાદ પણ તેમની વચ્ચે સારી બોન્ડિંગ છે. બન્ને ઘણી વખત પરિવાર અને પોતાના દિકરાની સાથે સમય પસાર કરતા જોવા મળે છે.
હાલમાં જ આમિર અને કિરણે લાપતા લેડીઝ ફિલ્મ માટે કોલેબોરેટ કર્યું હતું. આ ફિલ્મ ખૂબ જ પસંદ કરવામાં આવી. આ વચ્ચે કિરણે આમિર સાથે પોતાના ડિવોર્સને લઈને જે કહ્યું તેને સાંભળીને તમને અજીબ લાગી શકે છે. તેમણે કહ્યું કે તે ડિવોર્સ બાદ ખૂબ જ ખુશ છે. કિરણે એવું શા માટે કહ્યું?
કિરણ રાવ હાલમાં જ ર્જ્ીક્કફૂ ઝઁલ્ંયર્દ્યીના શોમાં આવી હતી. આ સમય દરમિયાન તેમણે પોતાની પર્સનલ લાઈફને લઈને ખુલીને વાત કરી છે. કિરણે કહ્યું, મને એવું લાગી રહ્યું છે કે સમય સમય પર તમને પોતાના સંબંધને ફરીથી એક નવી રીતે ડિફાઈન કરવાની જરૂર હોય છે.
એવું એટલા માટે કારણ કે આપડે જેમ જેમ મોટા થઈએ છીએ. આપણે એક વ્યક્તિના રૂપમાં ખૂબ જ બદલાઈ જઈએ છીએ. આપણને અલગ અલગ વસ્તુઓની જરૂર હોય છે. મને લાગે છે કે હું ડિવોર્સ બાદ ખૂબ જ વધારે ખુશ છું. એવું તમે આને એક હેપી ડિવોર્સ કહી શકો.
હવે એકલું નથી લાગતું
કિરણ રાવે આગળ કહ્યું, જ્યારે મારા લગ્ન ન હતા થયા ત્યારે હું લાંબા સમય સુધી એકલી રહી હતી. મેં લગ્ન પહેલા પોતાની લાઈફ અને આઝાદીનો સંપૂર્ણ આનંદ લીધો હતો. તે સમયે મને એકલું લાગી રહ્યું હતું. પરંતુ હવે નથી લાગતું કારણ કે હું પોતાના દિકરા આઝાદની સાથે છું.
મને લાગે છે કે મોટાભાગના લોકો ડિવોર્સ બાદ એકલતા અનુભવે છે. પરંતુ મને કયારેય એકલું લાગ્યું જ નહીં. કારણ કે મને આમિર અને પોતાના પરિવારનો સંપૂર્ણ સપોર્ટ મળ્યો છે. માટે હકીકતે આ ફક્ત સારી વિસ્તુઓ જ રહી છે. આ એક ખૂબ જ હેપ્પી ડિવોર્સ રહ્યા
(10:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
