<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th July 2024

એક ફિલ્‍મ માટે કેટલા રૂપિયા વસૂલે છે બોલિવૂડની ટોપ એક્‍ટ્રેસ?

દીપિકા, આલિયા કે કેટરીના, જાણો નંબર-૧ કોણ ?

મુંબઇ,તા. ૨૪: તાજેતરમાં બોલિવૂડ હંગામામાં એક અહેવાલ પ્રકાશિત થયો હતો. આ દરમિયાન બોલિવૂડની ટોચની અભિનેત્રીઓની ચોંકાવનારી ફીનો પણ ખુલાસો થયો હતો. રિપોર્ટમાં ખુલાસો થયો છે કે અભિનેતાની ફી ક્‍યારેય નક્કી હોતી નથી. તે વિવિધ પરિબળો અને પ્રોજેક્‍ટ ટુ પ્રોજેક્‍ટ પર આધાર રાખે છે. તદનુસાર ફેરફારો સતત થતા રહે છે.

દીપિકા પાદુકોણે શાહરૂખ ખાન સાથે ઘણું કામ કર્યું છે. બંનેએ ઘણી મોટી ફિલ્‍મો કરી, જેને લોકોનો જબરદસ્‍ત રિસ્‍પોન્‍સ મળ્‍યો. હાલમાં તે એક ફિલ્‍મ માટે ૧૫-૨૦ કરોડ રૂપિયા લે છે.

આલિયા ભટ્ટ બોલિવૂડની બીજી સૌથી વધુ ફી વસુલતી અભિનેત્રી છે. તે લગભગ ૧૫ કરોડ રૂપિયા કે તેનાથી થોડો વધુ ચાર્જ લે છે. તેની પાઈપલાઈનમાં આવેલી ફિલ્‍મોમાં ‘જીગરા', ‘અલ્‍ફા'અને ‘લવ એન્‍ડ વોર'નો સમાવેશ થાય છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, જો આ ફિલ્‍મો અપેક્ષાઓ પ્રમાણે ચાલે છે તો તે દીપિકા પાદુકોણને પાછળ છોડી શકે છે.

બોલિવૂડ અભીનેત્રીની એક ફિલ્‍મની ફીની વાત કરીએ તો કરીના કપૂર ખાન રૂપિયા ૮ થી૧૨ કરોડ જયારે કેટરિના કૈફ રૂ. ૮-૧૦ કરોડ અને શ્રદ્ધા કપૂર રૂપિયા ૮ થી૧૦ કરોડ વસુલે છે.

અભિનેત્રી કૃતિ સેનન, કિયારા અડવાણી, કંગના રનૌત અને તાપસી પન્નુ એક ફિલ્‍મના રૂપિયા ૫ થી ૮ કરોડ ફી લેતી હોવાનું કહેવાય છે.

આ સિવાય તબ્‍બુ, ભૂમિ પેડનેકર, જાહ્નવી કપૂર, અનન્‍યા પાંડે, સારા અલી ખાન, વિદ્યા બાલન, જેકલીન ફર્નાન્‍ડીઝ, દિશા પટણી, રકુલ પ્રીત સિંહ જેવી અન્‍ય અભિનેત્રીઓની ફી ૫ કરોડ રૂપિયાથી ઓછી હોવાનું કહેવાય છે.

(9:36 AM IST)