<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 31st July 2024

વિલન બની ધૂમ મચાવશે શાહરૂખ ખાન: અક્ષય કુમારને મળ્યો પોલીસ ઓફિસરનો રોલ: ધૂમ -4ની સ્ક્રિપ્ટ ફાઈનલ

શાહરૂખ ખાનની આદિત્ય ચોપરાના બેનર હેઠળ બની રહેલી ફિલ્મ 'ધૂમ 4'માં એન્ટ્રી :ફિલ્મમાં શાહરૂખ ખાન સાથે મેકર્સે અક્ષય કુમારને પણ કાસ્ટ કર્યો

મુંબઈ :બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાને વર્ષ 2023માં 'પઠાણ', 'જવાન' અને 'ડિંકી' સહિત 3 બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે. શાહરૂખ ખાન હાલમાં આગામી ફિલ્મ 'કિંગ'ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મનું નિર્દેશન બીજું કોઈ નહીં પણ સુજોય ઘોષ કરી રહ્યા છે. ઘણા સમયથી એવી અફવા હતી કે આદિત્ય ચોપરા ફિલ્મ 'ધૂમ 4' માટે ઈન્ડસ્ટ્રીના કોઈ મોટા સ્ટારને કાસ્ટ કરવાની યોજના બનાવી રહ્યા છે. હવે જે લેટેસ્ટ રિપોર્ટ્સ સામે આવ્યા છે તે મુજબ શાહરૂખ ખાનની એન્ટ્રી 'ધૂમ 4'માં થાય તેમ લાગી રહ્યું છે

   નીતિશ નવીને પોતાના એક્સ એકાઉન્ટ પર લખ્યું, 'શાહરુખ ખાન વિલનની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મમાં અક્ષય કુમાર સુપર કોપનો રોલ કરશે. નયનથારા અને કેટરિના કૈફ પણ પોલીસ તરીકે હલચલ મચાવતા જોવા મળશે. નિર્માતાઓએ ફિલ્મમાં અલીની ભૂમિકા માટે રાજકુમાર રાવની પસંદગી કરી છે. આ ટ્વીટમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે ફિલ્મ 'ધૂમ 4' આદિત્ય ચોપરા અને સિદ્ધાર્થ આનંદે સાથે મળીને લખી છે. આ ફિલ્મનું નિર્દેશન સિદ્ધાર્થ આનંદ કરશે. આ ચર્ચા બાદ 'ધૂમ 4'ને લઈને ચાહકોમાં એક અલગ જ ઉત્તેજના જાગી છે

   'ધૂમ' આદિત્ય ચોપરાના બેનર હેઠળ બનેલી ફ્રેન્ચાઈઝી છે. ફિલ્મના પહેલા ભાગમાં જ્હોન અબ્રાહમે વિલનની ભૂમિકા ભજવી હતી. રિતિક રોશન 'ધૂમ 2'માં નેગેટિવ રોલમાં અને આમિર ખાન 'ધૂમ 3'માં જોવા મળ્યો હતો. જો આ અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો શાહરૂખ ખાનને 'ધૂમ 4'માં વિલન તરીકે જોવો એ દર્શકો માટે એક મોટું સરપ્રાઈઝ હશે.

(1:17 PM IST)