News of Friday, 2nd August 2024
‘અ વેડિંગ સ્ટોરી'નું મોશન પોસ્ટર રીલીઝઃ વર્ષનાં ડરામણાં લગ્નની માણો ઝલક
આ જબરદસ્ત હોરર ફિલ્મની વાર્તા સુખી લગ્નજીવનની આસપાસ ફરે છેઃ ભયાનકતાની દુનિયામાં એક અનોખી ઉંડાઈ દેખાડતી આ ફિલ્મ છે : ફિલ્મની જે સ્ટોરી છે તે મૃત્યુ વિધિ પર આધારિત છે જેણે દેશભરમાં સદીઓથી લોકોને ત્રાસ આપ્યો છે

મુંબઇ,તા. ૨: બોલિવૂડ હોરર પ્રકારની ફિલ્મોમાં માહિર છે. વળી આ પ્રકારની ફિલ્મોને લોકો દ્વારા પણ અપાર પ્રેમ મળે છે. હવે અભિનવ પારીક દ્વારા નિર્દેશિત ‘અ વેડિંગ સ્ટોરી' જે લોકોમાં ફરી આનંદ લાવવા જઈ રહી છે. આ ફિલ્મ ૩૦ ઓગસ્ટે રિલીઝ થવાની છે, પરંતુ તે પહેલા નિર્માતાઓએ ફિલ્મના મોશન પોસ્ટરને રીલીઝ કર્યું છે. આ પોસ્ટર આવતાં જ ચાહકોને રહસ્યમય દુનિયાની ડરામણી ઝલક મળી છે.
તમને જણાવી દઈએ કે આ જબરદસ્ત હોરર ફિલ્મની વાર્તા સુખી લગ્નજીવનની આસપાસ ફરે છે. જે ટૂંક સમયમાં દુઃસ્વપ્નમાં ફેરવાય છે. અહીં અશુભ ઘટનાઓ બનવાની શરૂ થાય છે. ભયાનકતાની દુનિયામાં એક અનોખી ઊંડાઈ લાવતા અ વેડિંગ સ્ટોરીઙ્ખમાં અદભૂત દ્રશ્યો આલેખવામાં આવ્યા છે. અને ભૂતિયા ધૂનો પણ આ ફિલ્મને બેસ્ટ બનાવે છે. જે ચોક્કસપણે લોકોને ખુશ કરે છે. ફિલ્મની જે સ્ટોરી છે તે મૃત્યુ વિધિ પર આધારિત છે જેણે દેશભરમાં સદીઓથી લોકોને ત્રાસ આપ્યો છે.
પ્રેમ અને જીવન ટકાવી રાખવાની આ રોમાંચક સ્ટોરીમાં મુક્તિ મોહન, વૈભવ તત્વવાદી, લક્ષવીર સિંહ સરન, મોનિકા ચૌધરી, અક્ષય આનંદ, ડો. પ્લોમ ખુરાના અને પીલુ વિદ્યાર્થી છે. ‘અ વેડિંગ સ્ટોરી'નું નિર્માણ વિનય રેડ્ડી દ્વારા કરવામાં આવ્યું છે અને બાઉન્ડલેસ બ્લેકબક ફિલ્મ્સ પ્રોડક્શનના બેનર હેઠળ શુભો શેખર ભટ્ટાચાર્ય દ્વારા લેખિત અને નિર્માણ કરવામાં આવ્યું છે.
અ વેડિંગ સ્ટોરી અભિનવ પારીક દ્વારા નિર્દેશિત છે. તો ફિલ્મનું નિર્માણ શુભો શેખર ભટ્ટાચારજી દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં વૈભવ તટવાવડી, મુક્તિ મોહન, લક્ષવીર સિંહ સરન, મોનિકા ચૌધરી અને અક્ષય આનંદ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
આ હોરર ફિલ્મ ‘અ વેડિંગ સ્ટોરી'નું મોશન પિક્ચર રિલીઝ કરવામાં આવ્યું છે. જેણે લોકોમાં અલગ જ ઉત્સુકતા જગાવી છે. જેમાં ફિલ્મના કલાકારોની ઝલક બતાવવામાં આવી છે. તો ફિલ્મના પોસ્ટરની સાથે તેની રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે.
અભિનવ પ્રિક દ્વારા નિર્દેશિત હોરર ફિલ્મ ‘અ વેડિંગ સ્ટોરી'ની રિલીઝ ડેટનું પણ અનાવરણ થઈ ગયું છે. અ વેડિંગ સ્ટોરી ઓગસ્ટના છેલ્લા સપ્તાહમાં એટલે કે ૩૦ ઓગસ્ટ ૨૦૨૪ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.
આ સાથે જ શ્રદ્ધા કપૂરની હોરર ફિલ્મ ‘સ્ત્રી ૨' પણ ઓગસ્ટમાં જ રિલીઝ થવાની છે. તે ૧૫ ઓગસ્ટ, ૨૦૨૪ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. હવે જોવાનું એ રહેશે કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કેટલી સફળતા હાંસલ કરે છે.
(9:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
