<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd August 2024

૫ ફિલ્‍મો વચ્‍ચે ૧૫ ઓગસ્‍ટે થશે જોરદાર ટક્કર

નોર્થથી લઈ સાઉથની કેટલીક શાનદાર ફિલ્‍મો રિલીઝ થઈ રહી છે

મુંબઇ, તા.૨: આ વર્ષે કેટલીક શાનદાર ફિલ્‍મો રિલીઝ થઈ છે અને તે તમામ પોતાની રીતે જોરદાર સાબિત થઈ રહી છે. પરંતુ ખરી મજા તો ૧૫મી ઓગસ્‍ટે આવવાની છે.  હા! કારણકે આ દિવસે એક કે બે નહીં પણ પાંચ ફિલ્‍મો રીલિઝ થવા જઈ રહી છે. આ તમામ ફિલ્‍મ બોક્‍સ ઓફિસ પર એકબીજાને ટક્કર આપશે. છેલ્લે આપણે ડંકી અને સાલર- પાર્ટ ૧ સીઝફાયર વચ્‍ચે થયેલી ટક્કર જોઈ હતી. સાઉથ સિનેમા રસપ્રદ સ્‍ટોરીઝ સાથે ધૂમ મચાવતી આવી છે. આ ટ્રેન્‍ડ ચાલુ રહેશે અને હિન્‍દી ફિલ્‍મો પણ બોક્‍સ ઓફિસ પર પોતાની અલગ છાપ છોડી રહી છે. જેના કારણે જોરદાર સ્‍પર્ધા થવાની છે. તો ચાલો, ૧૫મી ઓગસ્‍ટ ૨૦૨૪ના રોજ રિલીઝ થનારી ફિલ્‍મોના પર એક નજર કરીએ.

‘ષાી ૨' આ વર્ષની બહુપ્રતિક્ષિત ફિલ્‍મોમાંની એક છે. અનેક ફિલ્‍મ રસિકૉ અને દર્શકો હિટ ફિલ્‍મ ‘ષાી' પછી તેની સિક્‍વલની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આ ફિલ્‍મમાં શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવ ઉપરાંત પંકજ ત્રિપાઠી, અભિષેક બેનર્જી અને અપારશક્‍તિ ખુરાના પણ છે. તે ૧૫ ઓગસ્‍ટે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. ટ્રેલરનો પ્રતિસાદ દર્શાવે છે કે દર્શકો આ હોરરપ્રકોમેડી માટે ખૂબ જ ઉત્‍સાહિત છે.

‘તંગલાન' એ આ વર્ષની સૌથી રોમાંચક ફિલ્‍મોમાંની એક છે. સ્‍ટુડિયો ગ્રીન દ્વારા નિર્મિત આ ફિલ્‍મ કોલાર ગોલ્‍ડ ફિલ્‍ડ્‍સ (ધ્‍ઞ્‍જ્‍)માં ખાણિયાઓની વાસ્‍તવિક જીવનની ઘટનાઓ પર આધારિત છે. પા. રંજીથ દ્વારા દિગ્‍દર્શિત આ ફિલ્‍મમાં ચિયાન વિક્રમ એક નવી ભૂમિકામાં જોવા મળશે. જેમાં માલવિકા મોહનન અને પાર્વતી થિરુવોથુ પણ મહત્‍વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યાં છે.

ફિલ્‍મ ‘ખેલ ખેલ મેં તેની કાસ્‍ટને કારણે દરેકનું ધ્‍યાન ખેંચી રહી છે. આ ફિલ્‍મમાં અક્ષય કુમાર, વાણી કપૂર, ફરદીન ખાન, તાપસી પન્નુ, અપારશક્‍તિ ખુરાના અને અન્‍ય કલાકારો છે. આ ફિલ્‍મ મિત્રોના એક ગ્રુપ વિશે છે જે રાત્રિભોજન માટે મળે છે અને એકબીજા વિશેના રહસ્‍યોનો પર્દાફાશ કરે છે. તમને જણાવી દઈએ કે આ ફિલ્‍મ પણ ૧૫ ઓગસ્‍ટ ૨૦૨૪ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.

ફિલ્‍મ ‘વેદા'તો તેની જાહેરાત થયેથી જ સમાચારમાં રહી છે. સત્‍ય ઘટનાઓ પર આધારિત આ ફિલ્‍મ એક એવા માણસની બહાદુરી દર્શાવે છે જે મુશ્‍કેલ સંજોગોમાં પણ કઠોર વ્‍યવસ્‍થા સામે લડત લડે છે. આ ફિલ્‍મમાં ન્‍યાય માટે એક યુવતીની લડાઈ દર્શાવવામાં આવી છે, જેમાં એક પુરુષ તેનો સાથી બને છે. તેમાં જ્‍હોન અબ્રાહમ, શર્વરી, અભિષેક બેનર્જી અને તમન્ના ભાટિયા મુખ્‍ય ભૂમિકામાં છે અને તે પણ ૧૫ ઓગસ્‍ટ, ૨૦૨૪ના રોજ રિલીઝ થવાની છે.

વાત કરવી છે ફિલ્‍મ ‘રઘુ થાથા'ની. આ એક સંપૂર્ણ પારિવારિક મનોરંજન દર્શાવતી ફિલ્‍મ છે. હોમ્‍બલ ફિલ્‍મ્‍સ દ્વારા નિર્મિત આ એક બળવાખોર યુવતી કાયલવિઝી વિશેની સરસ વાર્તા છે. કીર્તિ સુરેશ અભિનીત આ ફિલ્‍મ ૧૫ ઓગસ્‍ટે રીલીઝ થવાની છે.

(10:08 AM IST)