News of Friday, 2nd August 2024
ટીવી પરદે કામ નથી કરવું કવિતાને

ટીવી પરદે એફઆઇઆર નામના શોમાં ઇન્સ્પેક્ટર ચંદ્રમુખી ચોૈટાલા બનીને ઘર ઘરમાં જાણીતી બનેલી અભિનેત્રી કવિતા કોૈશિક બીગ બોસ ૧૪માં પણ જોવા મળી છે. જો કે કવિતાએ હવે ટીવી પરદાથી વિદાય લઇ લીધી છે.
તે કહે છે મારે હવે ટીવી પરદે કામ જ નથી કરવું. કવિતા કહે છે હવે સતત ત્રીસ દિવસ કામ કરી શકતી નથી, વેબ શો કે ફિલ્મો કરવા માટે હું તૈયાર છું. હું એક એવરેજ એક્ટ્રેસ નથી કે દરેક રોલમાં ઢળી જાઉ, અમુક ખાસ રોલ જ મારી પર્સનાલિટીમાં ફીટ બેસે છે. મને ડાયનના રોલ માટે સતત ટીવી શોની ઓફર મળતી રહે છે. પણ હવે હું આવા કોઇપણ રોલ કરવા તૈયાર નથી.
(10:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
