<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th August 2024

દિવ્‍યા ખોસલા સાઉથના સ્‍ટાર શ્રીવિષ્‍ણુની સાથે કરશે કામ

મુંબઇ તા. ૯: બોલીવૂડની અભિનેત્રી દિવ્‍યા ખોસલા કુમાર હવે સાઉથના અભિનેતા સાથે હિરોઇન તરીકે જોવા મળી શકે છે. સંભવિત કાસ્‍ટિંગ સ્‍કૂપમાં એવી ચર્ચા છે કે શ્રીવિષ્‍ણુ આગામી તેલુગુ ફિલ્‍મ ‘હીરો હીરોઈન'માં દિવ્‍યા ખોસલા સાથે કામ કરી શકે છે. આ ફિલ્‍મનું નિર્માણ નિર્માત્રી પ્રેરણા અરોરા કરી રહી છે. સિનેમા નિર્માણમાં પ્રભાવશાળી ભૂમિકા માટે જાણીતી પ્રેરણા અરોરા આ રસપ્રદ પ્રોજેક્‍ટ પાછળ છે, જેણે ઉત્‍સુકતા વધારી છે. એશા દેઓલ, સોની રાઝદાન, પરેશ રાવલ, ઈશિતા ચૌહાણ, તુષાર કપૂર અને પ્રિયંકા ચાહર ચૌધરી સહિત વિવિધ અને પ્રભાવશાળી કલાકારો સાથે આ ફિલ્‍મ એક ગતિશીલ અને આકર્ષક વાર્તા હોવાનો દાવો કરાયો છે.

(6:55 PM IST)