તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 12th August 2024
ફિલ્મ કંગુવાનું ધમાકેદાર ટ્રેલર રિલીઝ : એક આંખવાળો બોબી દેઓલ ફિલ્મ એનિમલ કરતા પણ ખતરનાક દેખાયો : જુઓ વિડિઓ
કંગુવનું ડિરેક્શન સાઉથ સિનેમાના જાણીતા ડિરેક્ટર શિવે કર્યું છે:ફિલ્મમાં સૂર્યાની સાથે બોબી દેઓલ, દિશા પટની મુખ્ય ભૂમિકામાં છે

મુંબઈ :સૂર્યાની મોસ્ટ અવેટેડ ફિલ્મ કંગુવાનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફેન્ટસી ડ્રામા ત્યારથી ચર્ચામાં છે જ્યારે આ ફિલ્મની જાહેરાત કરાઈ છે. જ્યારે ફિલ્મથી મેકર્સે એક્ટર્સનો ફર્સ્ટ લુક જાહેર કર્યો તો તેને જોઈને ફેન્સની ઉત્સુકતા વધી ગઈ હતી
. હવે દર્શકો વચ્ચે જ્યારે ફિલ્મનું ટ્રેલર સામે આવ્યું છે તો તેને પણ જોરદાર રિસ્પોન્સ મળી રહ્યો છે. કંગુવનું ડિરેક્શન સાઉથ સિનેમાના જાણીતા ડિરેક્ટર શિવે કર્યું છે અને તેમાં સૂર્યાની સાથે બોબી દેઓલ, દિશા પટની મુખ્ય ભૂમિકામાં છે. આ ઉપરાંત ફિલ્મમાં નટરાજન સુબ્રમણ્યમ, જગપતિ બાબૂ, યોગી બાબૂ, રેડિન કિંગ્સલે, કોવઇ સરલા, આનંદરાજ, રવિ રાઘવેન્દ્ર સહિત અન્ય કલાકાર મુખ્ય ભૂમિકામાં છે.
સૂર્યાએ પોતાના એક્સ હેન્ડલ પર પણ કંગુવાનું ટ્રેલ શેર કર્યું છે. ટ્રેલ શેર કરતા સૂર્યાએ કેપ્શનમાં લખ્યું, એક ટીમ તરીકે અમે જે કંઈ પણ સાથે કર્યું છે, તેના પર અવિશ્વસનીય રીતે ગર્વ છે. ધન્યવાદ. જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્ચા પ્રિય શિવ!! અહીં તમારા સૌ માટે અમારું #કંગુવાટ્રેલ છે (એસઆઈસી)
કંગુવાના ટ્રેલરની વાત કરવામાં આવે તો તેની શરુઆત આદિવાસી લોકોના સીનથી થાય છે. જે બોબી દેઓલની સાથે યુદ્ધની તૈયારી કરી રહ્યાં છે. સૂર્યાનું ચરિત્ર એક ક્રૂર સાહસી વ્યક્તિ તરીકે દેખાડવામાં આવ્યું છે. આ સાથે જ સાઉથ સુપરસ્ટાર પેન ઈન્ડિયા સ્ટાર બનવાની તૈયારીમાં પણ છે. જો એમ કહીએ કે આ ટ્રેલ આખા ભારતમાં સૂર્યાની ગર્જના છે, જે વધુ પડતું નહીં હોય. ટ્રેલરમાં પ્રીહિસ્ટોરિક લોકો અને ભવિષ્ય બંનેની સુંદરતાથી દર્શાવવામાં આવી છે. આવી ઈમેજિનેટિવ અને ડેયરિંગ પ્રોજેક્ટ માત્ર દક્ષિણમાંથી જ જોવા મળી શકે છે.
હાલમાં જ ફિલ્મની રિલીઝ ડેટની પણ જાહેરાત કરવામાં આવી છે. સૂર્યાએ સોશિયલ મીડિયા થકી આ મોસ્ટ વોન્ટેડ ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરી છે. તેમણે જણાવ્યું કે કંગુવા 10 ઓક્ટોબર 2024નાં રોજ સિનેમાઘરોમાં રજૂ થવા માટે તૈયાર છે. તેમણે એક પોસ્ટરની સાથે આ જાહેરાત કરી છે, જેમાં સૂર્યા અને બોબી દેઓલ સામસામે જોવા મળે છે અને તેની પાછળ ધુમાડો અને સેંકડો લોકો જોવા મળે છે. આ પોસ્ટરની સાથે ફિલ્મનું ટ્રેલર 12 ઓગસ્ટ જાહેર થશે તેમ જણાવવામાં આવ્યું હતું.
(9:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
