તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 15th August 2024
ફ્લોપ ફીલ્મથી કારકિર્દી શરૂ કરનાર શ્રદ્ધા કપૂર સાથે કોઈ કામ કરવા માંગતું ન હતું:આજે છે મોટાભાગના મેકર્સની પ્રથમ પસંદ
વર્ષ 2013માં તેની ફિલ્મ આશિકી આવ્યા બાદ તે રાતોરાત ફેમસ થઈ ગઈ

મુંબઈ:શ્રદ્ધા કપૂરે 2010માં આવેલી ડ્રામા ફિલ્મ તીન પત્તી થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. તેની આ ફિલ્મ ફ્લોપ ગઈ હતી. તેણે ઘણા સંઘર્ષ પછી શ્રદ્ધાને આશિકી 2 પછી રાતોરાત સ્ટાર બની ગઈ હતી. આજે મોટાભાગના દરેક મેકર્સની પહેલી પસંદ બની ગયેલી એક્ટ્રેસ સાથે એક સમયે બોલીવુડમાં કોઈ પણ કામ કરવા નહોતું માંગતું.
વર્ષ 2010 પછી 2011માં તેની ફિલ્મ લવ કા ધી એન્ડમાં પણ નજર આવી હતી. પરંતુ તેની આ બંને ફિલ્મો બોક્સ ઓફિસ પર ધોવાઈ ગઈ હતી. શ્રદ્ધા કપૂર જે શક્તિ કપૂરની દિકરી છે, જે ઈન્ડસ્ટ્રીના જાણીતા વિલેન એક્ટર માનવામાં આવે છે. સ્ટાર પિતાનું સ્ટારડમ હોવા છતાં તેમને બચાવી શક્યું નહીં. પરંતુ વર્ષ 2013માં તેની ફિલ્મ આશિકી આવ્યા બાદ તે રાતોરાત ફેમસ થઈ ગઈ હતી. આ ફિલ્મમાં તે આદિત્ય રોય કપૂર સાથે જોવા મળી હતી.
શ્રદ્ધા કપૂરે હાલમાં ફિલ્મના પ્રમોશન દરમિયાન એક ઈન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો હતો કે એક સમય હતો જ્યારે બે ફ્લોપ ફિલ્મો આપ્યા બાદ, ઈન્ડસ્ટ્રીમાં કોઈ મારી સાથે કામ કરવા નહોતું માગતું. જ્યાં સુધી મને મોહિત સૂરિએ એક સુવર્ણ તક નહોતી આપી. એક્ટ્રેસે જણાવ્યું કે, મેં ઘણા ઓડીશન આપવા પડ્યા હતા, કેમ કે તે સમયે મારી સાથે કોઈ કામ કરવા નહોતું માંગતું. કેમ કે મારી શરૂઆતની ફિલ્મો ફ્લોપ રહી હતી.
ફિલ્મ આશિકી 2 થી મળેલી સફળતા બાદ શ્રદ્ધાને જ નહીં પરંતુ આદિત્ય રોય કપૂરની કિસ્મત ચમકી ઉઠી હતી. આ ફિલ્મ પહેલા શ્રદ્ધા કપૂર ફિલ્મમાં પોતાની કિસ્મત અજમાવી ચૂકી હતી. પરંતુ તેની આ એક ફિલ્મમાં આરોહીના કેરેક્ટર રોલ કરીને તેણે વાહવાહી મેળવી હતી.
(9:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
