News of Friday, 16th August 2024
વિરાટ કોહલીનો હમશકલ તેની રિયલ રેસ્ટોરન્ટમાં પહોંચ્યો : આગળ શું થયું જુઓ વીડિયોમાં : વીડિયો થઈ રહ્યો છે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ

મુંબઈ : નકલી વિરાટ કોહલીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. નકલી વિરાટ કોહલીનો દેખાવ, અસલી જેવો જ લાગે છે, જે જોઇને તમે પણ મૂંઝાઈ જશો. યૂઝર્સ આ વીડિયો પર ઘણો પ્રતિસાદ પણ આપી રહ્યા છે.
વિરાટ કોહલીના ચાહકો સમગ્ર વિશ્વમાં હાજર છે. વિરાટ કોહલી કેટલો સારો ખેલાડી છે તે તો બધા જાણે છે, પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે ક્રિકેટર હોવાની સાથે તે એક સફળ બિઝનેસમેન પણ છે. તેણે રેસ્ટોરાં, જીમ, ફેશન, ક્લબ સહિત ઘણા સ્ટાર્ટઅપ્સમાં પણ રોકાણ કર્યું છે. 'One8' તેમની ખૂબ જ પ્રખ્યાત રેસ્ટોરન્ટ છે જ્યાં તાજેતરમાં એક રસપ્રદ ઘટના બની.
વાસ્તવમાં, અ શખ્શ વિરાટ કોહલીની રેસ્ટોરન્ટમાં પહોંચ્યો હતો અને તે પણ પૂરા ધામધૂમથી. કાર્તિક શર્મા નામનો શખ્શ, વિરાટના દેખાવ જેવો જ લાગે છે, જેને જોઇને તમે પણ મૂંઝાઈ જશો. કાર્તિક શર્મા ખરેખર બ્લોગર સાર્થક સચદેવ સાથે ત્યાં પહોંચ્યો હતો. કાર્તિક કારમાંથી નીચે ઉતરતાની સાથે જ તેની આસપાસના લોકો રસ્તા પર તેને ધ્યાનથી જોવા લાગ્યા હતા.
(4:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
