<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 18th August 2024

એરપોર્ટ પર મળ્યો અને બિગ બોસમાં પ્રેમ થયો

અલી ગોનીનો જન્મ ૨૫ ફેબ્રુઆરી ૧૯૯૧ના રોજ જમ્મુ કાશ્મીરના એક નાનકડા ગામમાં થયો હતોઃ ક્રિકેટરની પૂર્વ પત્ની સાથે હતો રિલેશનશીપમાં

મુંબઈ, તા.૧૮,

અલી ગોનીનો જન્મ ૨૫ ફેબ્રુઆરી ૧૯૯૧ના રોજ જમ્મુ અને કાશ્મીરના ભદરવાહમાં એક મુસ્લિમ પરિવારમાં થયો હતો. તે અમજદ ગોની અને રૃબી ગોનીનો પુત્ર છે અને તેને ઇલહામ ગોની નામની બહેન છે.એક ભારતીય અભિનેતા અને મોડલ છે જે હિન્દી ટેલિવિઝનમાં કામ કરી ચૂક્યો છે. તો આજે ખુબ જ ચર્ચામાં રહેતા અલી ગોનીના પરિવાર તેમજ કરિયર વિશે વાત કરીએ.અલી ગોની સ્ફના રિયાલિટી શો સ્પ્લિટ્સવિલા ૫માં ભાગ લઈને તેના કરિયરની શરૃઆત કરી હતી. ગોની ૨૦૧૯ સુધી સ્ટારપ્લસના રોમેન્ટિક યે હૈ મોહબ્બતેંમાં રોમેશ ભલ્લાની ભૂમિકા ભજવીને પ્રસિદ્ધ થયો હતો.૨૦૧૯માં રિયાલિટી શો ખતરોં કે ખિલાડી ૯, અને નચ બલિયે ૯ બંનેમાં પણ ભાગ લીધો હતો. ૨૦૧૫માં તે ટીવી સિરિયલ "કુછ તો હૈ તેરે મેરે દરમિયાં"માં 'રાજ કપૂર'ના પાત્રમાં જોવા મળ્યો હતો.તેમની કેટલીક લોકપ્રિય ટીવી સિરિયલોમાં "યે કહા આ ગયે હમ" (૨૦૧૬), "બહુ હમારી રજની કાંત" (૨૦૧૬), "ઢાઈ કિલો પ્રેમ" (૨૦૧૭), અને "નાગિન ૩" (૨૦૧૮)નો સમાવેશ થાય છે.અલી "ફિયર ફેક્ટરઃ ખતરોં કે ખિલાડી ૯" (૨૦૧૯), "કિચન ચેમ્પિયન ૫" (૨૦૧૯), "નચ બલિયે ૯" (૨૦૧૯), અને "બિગ બોસ ૧૪" (૨૦૨૦) જેવા રિયાલિટી શોનો ભાગ રહી ચૂક્યો છે.૨૦૨૦માં ગોનીએ કલર્સ ટીવીના રિયાલિટી શો બિગ બોસ ૧૪માં ભાગ લીધો હતો જ્યાં તે ચોથા સ્થાને રહ્યો હતો. આ શોમાં તેની ગર્લફ્રેન્ડ જાસ્મિન પણ તેની સાથે જોવા મળી હતી. તેની બહેનને ૩ જોડિયા બાળકો છે.અલી ગોની ૨૦૧૮માં એરપોર્ટ પર અભિનેત્રી જાસ્મિન ભસીનને મળ્યો હતો. તે દરમિયાન ગોની ફિયર ફેક્ટરઃ ખતરોં કે ખિલાડી ૯ માટે જઈ રહ્યો હતો. બાદમાં બંનેએ બિગ બોસ ૧૪માં દેખાયા પછી ૨૦૨૧માં એકબીજાને ડેટ કરવાનું શરૃ કર્યું. અલી ગોની ફિલ્મોમાં પણ કામ કરી ચૂક્યો છે. તે ૨૦૨૧માં આવેલી વેબ સિરીઝ જીત કી જિદમાં પણ જોવા મળ્યો હતો. અનેક મ્યુઝિક વીડિયોમાં પણ કામ કરી ચૂક્યો છે.

(12:00 PM IST)