<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th August 2024

મારે ફિલ્‍મોમાંથી ખસી જવું પડશે : આમીર ખાને જણાવી દિલની વાત

રિયા ચક્રવર્તીના શોમાં અભિનેતા ભાવુક બન્‍યા

મુંબઈ, તા.૧૯: બોલિવૂડ એક્‍ટ્રેસ રિયા ચક્રવર્તી અત્‍યારે મોટા પડદાથી દૂર છે. દરમિયાન, તેણે પોતાનું પોડકાસ્‍ટ શરૂ કર્યું છે. રિયાના પોડકાસ્‍ટની પ્રથમ ગેસ્‍ટ સુષ્‍મિતા સેન હતી. હવે તેના શોનો ગેસ્‍ટ આમિર ખાન છે. રિયાએ આવનારા એપિસોડનો પ્રોમો ઈન્‍સ્‍ટાગ્રામ પર શેર કર્યો છે. પ્રોમોમાં આમિર રિયા સાથે ખુલીને વાત કરતો જોવા મળ્‍યો હતો. રિયાએ આમિરને પૂછયું- જ્‍યારે તમે અરીસામાં જુઓ છો, તો શું તમને લાગે છે કે ‘હું ખૂબ જ ગુડ લુકીંગ છું'. હું સ્‍ટાર છું કે આમિર ખાન? આ સાંભળીને આમિર હસ્‍યો. આમિર કહે છે, ‘સાચું કહું તો મને રિતિક રોશન, શાહરૂખ ખાન અને સલમાન ખાન હેન્‍ડસમ લાગે છે.' રિયા કહે, ‘ના, તમે હેન્‍ડસમ છો. દરેક વ્‍યક્‍તિ મારી સાથે આ બાબતે સહમત થશે. ત્‍યારે આમિર કહે, ‘હું કયાં સારો દેખાઉં છું?' મારા કપડા માટે લોકો મને કેટલી વાર ટ્રોલ કરતા રહે છે. આમિર અને રિયા બંને જીવન વિશે ગહન વાતો કરતા જોવા મળ્‍યા હતા. એક ક્ષણ આવી જ્‍યારે આમિર રડ્‍યો. અભિનેતાએ કહ્યું કે તેને થેરાપી દ્વારા તેના જીવનનો બીજો અધ્‍યાય શરૂ કરવાનો મોકો મળ્‍યો છે. આમિરને ઈમોશનલ જોઈને ફેન્‍સ ઈમોશનલ થઈ રહ્યા છે. દરેક વ્‍યક્‍તિ જાણવા માંગે છે કે તેઓ શા માટે ચિંતિત છે અને શા માટે તેમની આંખોમાં આંસુ આવી ગયા.

(3:03 PM IST)