<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th August 2024

રિષભ શેટ્ટીને મળ્યો એવોર્ડ: પત્નીએ અભિનેતા પર વરસાવ્યો પ્રેમ: ઘરે કરી ઉજવણી

મુંબઈ: 'કંતારા' માટે સર્વશ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય પુરસ્કાર જીત્યા બાદ, રિષભ શેટ્ટીનો તેની પત્ની સાથેનો એક ખૂબ જ સુંદર વીડિયો સામે આવ્યો છે, જેમાં તે તેનું સ્વાગત કરતી જોવા મળે છે. 'કંતારા' ફેમ ઋષભ શેટ્ટી પોતાની ફિલ્મોના કારણે દુનિયાભરમાં ચર્ચામાં રહે છે.ઋષભ શેટ્ટીને 'કંતારા' માટે સર્વશ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે, જેના પછી તે સમાચારોમાં છે. 16 ઓગસ્ટના રોજ 70મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારના વિજેતાઓની જાહેરાત કરવામાં આવી હતી. યશ અને જુનિયર એનટીઆરએ રિષભને 'કંતારા' માટે તેની જીત બદલ અભિનંદન પાઠવ્યા છે. 'કંતારા'ની આ શાનદાર સફળતાને કારણે મેકર્સ અને સ્ટારકાસ્ટમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. દરમિયાન, હવે ઋષભ શેટ્ટીની પત્નીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેમાં તે ખૂબ જ ખાસ અંદાજમાં અભિનેતાની જીતની ઉજવણી કરતી જોઈ શકાય છે.ઋષભ શેટ્ટીએ તેની પ્રથમ પાન ઈન્ડિયા ફિલ્મ 'કાંતારા' માટે રાષ્ટ્રીય પુરસ્કાર જીત્યો હતો. ઋષભ શેટ્ટીની આ ખુશી તેની પત્ની અને બાળકોએ ખૂબ જ સરળ અને ખાસ રીતે સેલિબ્રેટ કરી હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોવા મળે છે કે રિષભ શેટ્ટી ઘરે પહોંચતા જ તેની પત્ની તેનું સ્વાગત કરે છે. આરતીની થાળી લઈને, તેણી તેની પુત્રી સાથે દરવાજા પર અભિનેતાની આરતી કરે છે અને પછી તેને પ્રેમથી ગળે લગાવે છે.

 

(4:34 PM IST)