News of Saturday, 24th August 2024
અક્ષય કુમારની ફિલ્મોએ ‘ફલોપ'ની લગાવી હેટ્રિક
ફક્ત આઠ દિવસમાં ખેલ ખેલ મેંનો ખેલ ખતમઃ ફિલ્મે કુલ ૧૯.૩ કરોડની કમાણી કરી

મુંબઇ,તા. ૨૪: સુપરસ્ટારના જમાઈ અક્ષય કુમારને પણ નિષ્ફળતાનો સ્વાદ ચાખવા મળી રહ્યો છે. એક પછી એક ફિલ્મો ફલોપ જઈ રહી છે, જયારે તેની સામેની નવી ફિલ્મો સુપરહીટ થઈ રહે છે. વાત કરી રહ્યા છે. અક્ષય કુમારની ખેલ ખેલ મૈં રિલીઝ થયા પછી ઊંધા માથે પટકાઈ છે, જયારે તેની સાથે રિલીઝ થયેલી ફિલ્મ ૪૦૦ કરોડનો પણ વકરો પાર કરી દીધો છે.
એક પછી એક ફલોપ ફિલ્મોનો સામનો કરી રહેલા અક્ષય કુમાર આ દિવસોમાં તેની નવી ફિલ્મ ‘ખેલ ખેલ મેં'માટે ચર્ચામાં છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પરસ્ત્રી ૨ સાથે રિલીઝ થઈ હતી. જોકે,સ્ત્રી ૨ આ દિવસોમાં બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે.
અક્ષય કુમારની ફિલ્મને આનો માર સહન કરવો પડ્યો છે. ફક્ત આઠ દિવસમાં ખેલ ખેલ મેં ફલોપ ફિલ્મોની યાદીમાં આવી ગઈ છે. આઠમા દિવસે ફિલ્મની કમાણી ૯૫ લાખ થઇ છે. જોકે, સમીક્ષકોએ ફિલ્મને વખાણી હતી, પરંતુસ્ત્રી ૨ની આંધીએ બધો ખેલ બગાડી નાખ્યો છે. ફિલ્મે પહેલે દિવસે પાંચ કરોડની કમાણી કરી હતી, પરંતુ આઠમો દિવસ આવતા આવતા કમાણી લાખોમાં થઇ ગઈ.
ફિલ્મે કુલ ૧૯.૩ કરોડની કમાણી કરી છે. ફિલ્મ ફલોપ હતા અક્ષય કુમારે ફલોપ ફિલ્મોની હેટ્રિક કરી છે. આ પહેલા અક્ષય કુમારની ‘બડે મિયાં છોટે મિયાં' અને ‘સરફિરા'બંને ફલોપ થઇ હતી. ૩૧ મહિનામાં અક્ષય કુમારની ફક્ત એક ૨૦૨૩માં આવેલી ‘ઓએમજી' સફળ થઇ છે. આ ઉપરાંત, ઓએમજી૨ અને મિશન રાનીગંજ પણ રિલીઝ થઈ હતી. સેલ્ફી અને મિશન રાનીગંજ ફલોપ રહી હતી.
(9:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
