તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 24th August 2024
'સ્ત્રી-૨'ની કમાણીમાં સતત ઉછાળોઃ ૩૨૪ કરોડે પહોંચી
રાજકુમાર રાવ, શ્રધ્ધા કપૂરની ફિલ્મ આઠમા દિવસે જ ત્રણસો કરોડની કલબમાં સામેલ

મુંબઇ તા. ૨૪: હોરર કોમેડી ફિલ્મ સ્ત્રીની જેમ જ દર્શકોને આ ફિલ્મનો બીજો ભાગ સ્ત્રી-૨ ખુબ પસંદ પડી રહ્યો છે. આ કારણે જ ફિલ્મ સતત કમાણીમાં આગળ વધી રહી છે. આઠમા દિવસે જ ફિલ્મ ત્રણસો કરોડની કલબમાં સામેલ થઇ ચુકી છે. શ્રધ્ધા કપૂર અને રાજકુમાર રાવની ફિલ્મ સ્ત્રી-૨નું નિર્દેશન અમર કોૈશિકે કર્યુ છે. કમાણીના મામલે સ્ત્રી-૨ સતત રેકોર્ડ બનાવી રહી છે. ૨૦૧૮માં આવેલી સ્ત્રીની આ સિકવલ પંદરમી ઓગષ્ટે રિલીઝ થઇ હતી. હજુ સુધી દર્શકોને બાંધી રાખવામાં આ ફિલ્મ સફળ થઇ છે. ફિલ્મ ગુરૂવારે ત્રણસો કરોડની કલબમાં સામેલ થઇ ગઇ હતી. શુક્રવાર સુધીમાં ફિલ્મે ૩૨૪ કરોડની કમાણી કરી લીધી છે. આઠ દિવસનું ફિલ્મનું વિશ્વભરનું કલેકશન ૪૨૮ કરોડ થઇ ગયું છે. છ વર્ષ પછી આવેલી સિકવલમાં શ્રધ્ધા કપૂર, રાજકુમાર રાવ સાથે પંકજ ત્રિપાઠી, અભિષેક બેનર્જી, અપારશકિત ખુરાના મુખ્ય ભુમિકામાં છે. અગાઉની ફિલ્મમાં સ્ત્રી ચંદેરી ગામના પુરૂષોને ફફડાવી રહી હતી. આ વખતે સરકટાનો આતંક મહિલાઓને ડરાવી રહ્યો છે.
(3:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
