News of Friday, 30th August 2024
રાજકુમારને ‘સ્ત્રી-૨'નો આ સીન ખુબ ગમ્યો, પણ ફિલ્મમાં નથી!
તેણે કહ્યું-તમારે આ સીન જોવો છે તો ડિરેક્ટરને કહો

મુંબઇઃ શ્રધ્ધા કપૂર અને રાજકુમાર રાવની ‘સ્ત્રી-૨'એ બોક્સ ઓફિસ પર જબરદસ્ત કમાણી કરવાનું ચાલુ રાખ્યું છે. અભિનેતા રાજકુમારે ફિલ્મના સેટ પરનો એક ફોટો શૅર કર્યો છે, જેમાં તે છોકરીના કપડામાં દેખાઈ રહ્યો છે. તે કહે છે કે આ તેનો ફેવરિટ સીન છે જેને ફિલ્મમાં નથી દેખાડવામાં આવ્યો. છોકરીના લૂકનો પોતાનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર મુકીને રાજકુમાર રાવે કેપ્શન આપી છે કે-આ ‘સ્ત્રી ૨'નો મારો મનપસંદ અને મજેદાર સીન છે જેને નથી દેખાડવામાં આવ્યો. કયા આપ લોગ દેખના ચાહતે હૈં યે સીન ફિલ્મ મેં? આપ સબ બતાઓ ડિરેક્ટર અમર કૌશિક કો.'
(3:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
