News of Friday, 30th August 2024
એક્શન સસ્પેન્સ ફિલ્મ ‘ગૂડચારી'ની સિક્વલ ‘જી-૨' આવશે ૨૦૨૫માં
અદિવી શેષની ફિલ્મમાં ઇમરાન હાસમીની પણ મહત્વની ભુમિકાઃ તમામ મુખ્ય ભાષાઓમાં થશે રિલીઝ

મુંબઇ તા. ૩૦: વર્ષ ૨૦૧૮માં આવેલી સસ્પેન્સ એક્શન ફિલ્મ ગૂડચારીએ ખુબ સફળતા મેળવી હતી. જે તે વખતે આ ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થઇ હતી. તેલુગુમાં બનેલી આ ફિલ્મની હવે સિક્વલ ‘જી-૨' નામથી બની રહી છે. આ વખતે સો કરોડના ખર્ચે ફિલ્મ બનાવવામાં આવી રહી છે. અદીવિ શેષની આ સોૈથી મોંઘી અને રાહ જોવાતી ફિલ્મ છે, સાથે સાથે ભારતીય જાસુસી શૈલીમાં સોૈથી મહાત્વાકાંક્ષી પ્રોજેક્ટમાંથી પણ એક હોવાનો દાવો નિર્માતા કરી રહ્યા છે. જી-૨ હિન્દી માર્કેટમાં પ્રવેશી રહી છે, સાથે સાથે આ ફિલ્મમાં ઇમરાન હાસમી પણ મહત્વની ભુમિકામાંં છે.
વિનય કુમાર સિરિગિનિદી દ્વારા નિર્દેશિત, આ મેગાબજેટ ફિલ્મ દરેક રીતે તેની મહત્વાકાંક્ષાઓ પર જીવી રહી છે, પછી તે ફિલ્મનો સ્કેલ હોય કે કહાની હોય. જી-૨ સાથે, નિર્માતાઓ માત્ર મૂળ ફિલ્મની સફળતાને જ રોકડી કરવાનો પ્રયાસ કરી રહ્યાં નથી, પરંતુ ગૂડચારીને સફળ બનાવનાર ભાવનાત્મક કોરને જાળવી રાખીને આંતરરાષ્ટ્રીય સ્તરે પડઘો પાડે એવો અનુભવ પણ બનાવવા માંગે છે. જી-૨ ફિલ્મ મનોરંજન, હ્રદયસ્પર્શી એક્શન સિક્વન્સ પ્રેક્ષકોને તેમની સીટ પર જકડી રાખશે, અનેક ટ્વિસ્ટથી ભરપૂર એવી આ ફિલ્મ છે. ફિલ્મ ૨૦૨૫ના ઉત્તરાર્ધમાં ીરલીઝ થશે. ભારતની તમામ મુખ્ય ભાષાઓમાં આ ફિલમ દર્શકો સુધી પહોંચાડાશે. પીપલ મીડિયા ફેક્ટરી, અભિષેક અગ્રવાલ આર્ટસ અને એકે એન્ટરટેઈનમેન્ટ દ્વારા ફિલ્મનું નિર્માણ થઇ રહ્યું છે.
(3:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
