<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th August 2024

ટ્રાન્સજેન્ડર મહિલાએ કેરળના ફિલ્મ નિર્માતા પર મૂક્યો

મુંબઈ: આરોપ હેમા કમિટીના રિપોર્ટ સામે આવ્યા બાદ મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઘણા ફિલ્મ મેકર્સ અને એક્ટર્સ પર યૌન શોષણના આરોપો લાગ્યા છે. આ કિસ્સાઓ વચ્ચે, એક ટ્રાન્સજેન્ડર મહિલાએ ફિલ્મ નિર્માતા વિનીત અને તેના ચાર મિત્રો વિરુદ્ધ ગેંગ રેપની ફરિયાદ નોંધાવી છે. ટ્રાન્સજેન્ડર મહિલાએ દાવો કર્યો છે કે વિનીતે તેને કામના બહાને પોતાના ઘરે બોલાવી હતી. ત્યાં તેણી પર સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. રિપોર્ટ અનુસાર, આ ઘટના 12 એપ્રિલે બની હતી જ્યારે વિનીતે પીડિતાને ચિત્તૂર ફેરી પાસેના તેના ફ્લેટમાં બોલાવી હતી. વિનીતે તેની ફિલ્મના એક સીનને સમજાવવાના બહાને પીડિતાને પોતાના ઘરે બોલાવી હતી. ફરિયાદી મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મેકઅપ આર્ટિસ્ટ તરીકે કામ કરે છે.પીડિતાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે જેવી તે વિનીતના ઘરે પહોંચી, તેને ફિલ્મનો સીન સમજાવવાના બહાને તેને ઝાડ સાથે બાંધી દીધો અને તેની સાથે બળાત્કાર કર્યો. સત્તાવાર ફરિયાદ અનુસાર, વિનીતે તેના ચાર મિત્રોને પીડિતાને છોડીને જતા પહેલા તેના પર બળાત્કાર કરવાનું પણ કહ્યું હતું.રિપોર્ટ અનુસાર, પીડિતાએ 13 ઓગસ્ટે તેની ફરિયાદ નોંધાવવા માટે પોલીસનો સંપર્ક કર્યો હતો, પરંતુ પોલીસ પહેલા કેસ નોંધવામાં ખચકાતી હતી. આ કેસમાં વધુ ચાર આરોપીઓની ઓળખ સંતોષ વર્કી, એલીન જોસ પરેરા, તેજસ્વી અને અભિલાષ તરીકે કરવામાં આવી છે.સંતોષ દક્ષિણમાં જાણીતા સોશિયલ મીડિયા કન્ટેન્ટ ક્રિએટર છે. દરમિયાન, એલીન તેની ફિલ્મ સમીક્ષાઓ અને મોલીવુડ કોમેન્ટ્રી માટે દક્ષિણમાં જાણીતો છે. તમને જણાવી દઈએ કે, આ કેસમાં નામ આપવામાં આવેલા આરોપીઓ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી.

 

(5:26 PM IST)