News of Tuesday, 3rd September 2024
દિપિકાએ પ્રેગનન્સીનું સૌથી બોલ્ડ ફોટોશુટ કરાવ્યું: રણવીરે પત્ની ઉપર વરસાવ્યો પ્રેમ તો અભિનેત્રીએ બિન્દાસ પણે દર્શાવ્યુ મોટુ બેબી બમ્પ

બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણ આ દિવસોમાં તેની ગર્ભાવસ્થાના દિવસોનો આનંદ માણી રહી છે અને તેણે તેના બેબી બમ્પને ફલોન્ટ કરતી તેના ફોટોશૂટની તસવીરો સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ તસવીરો સામે આવ્યા બાદ, ટ્રોલ્સની ટીકાઓને યોગ્ય જવાબ મળ્યો છે.આજે અભિનેત્રી દીપિકા પાદુકોણે સોશિયલ મીડિયા પર તેના બેબી બમ્પને ફલોન્ટ કરતી ઘણી તસવીરો શેર કરી છે જેમાં તે ખૂબ જ સુંદર દેખાઈ રહી છે, તેની સાથે આ તસવીરોમાં અભિનેતા પતિ રણવીર સિંહ પણ જોવા મળે છે. તમને જણાવી દઈએ કે કપલ નાના મહેમાનને લઈને ખૂબ જ ખુશ છે.તમને જણાવી દઈએ કે દીપિકા પાદુકોણના નાના ગેસ્ટના આગમનમાં માત્ર એક મહિનો બાકી છે, જયારે ડિલિવરી ડેટ પણ સામે આવી છે, જે મુજબ માનવામાં આવે છે કે અભિનેત્રી ૨૮ સપ્ટેમ્બરે પોતાના બાળકને જન્મ આપી શકે છે. તમને જણાવી દઈએ કે આ વર્ષે ૨૮ ફેબ્રુઆરીએ તેણે સોશિયલ મીડિયા પર પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. તેણે એક પોસ્ટ શેર કરી અને લખ્યું - સપ્ટેમ્બર ૨૦૨૪. જેના પર ઘણા સેલેબ્સે અભિનંદન પાઠવ્યા હતા.અભિનેત્રીની નકલી ગર્ભાવસ્થાનો મુદ્દો પણ ગરમાયો હતો. જયાં દીપિકા પાદુકોણને ફેક પ્રેગ્નન્સી હોવાનું કહેવામાં આવી રહ્યું હતું, ત્યારબાદ હવે તસવીરોએ ટ્રોલર્સને જવાબ આપ્યો છે.
(9:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
