તા. ૨૩ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૩ રવિવાર
News of Tuesday, 3rd September 2024
સ્ત્રી ૨ એ પાર કરી લીધું ૫૦૦ કરોડ રૂપિયાનું સીમાચિહ્ન
હવે ‘જવાન'ના ૬૪૩.૮૭ કરોડ રૂપિયાના લાઇફટાઇમ કલેક્શનને આંબીને ભારતની હાઇએસ્ટ કમાણી કરનારી હિન્દી ફિલ્મ બનશે કે નહીં એના પર નજર

મુંબઇ, તા.૩: શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવને ચમકાવતી ‘ષાી ૨'એ રવિવારે ૫૦૦ કરોડ રૂપિયાનો માઇલસ્ટોન પાર કરી લીધો છે એટલું જ નહીં, આ ફિલ્મ શાહરુખ ખાનની ‘જવાન'ની લગોલગ ચાલી રહી છે. ‘જવાન'એ અઢારમા દિવસે ૫૦૦ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો અને ‘ષાી ૨'એ ૧૪ ઑગસ્ટની રાતના પેઇડ પ્રીવ્યુઝ ઉપરાંતના ૧૮ દિવસમાં આ સીમાચિહ્ન સર કર્યું છે.
૫૦૦ કરોડ રૂપિયાનો બિઝનેસ કરીને ‘ષાી ૨' હવે ‘જવાન', ‘ગદર ૨', ‘પઠાન', હિન્દી ‘બાહુબલી ૨' અને ‘ઍનિમલ'ની કક્ષામાં આવી ગઈ છે. આ ઉપરાંત ‘ષાી ૨'એ હિન્દી ‘બાહુબલી ૨'એ ૭ વર્ષ પહેલાં રચેલો ત્રીજા વીક-એન્ડના કલેક્શનનો રેકૉર્ડ પણ તોડી નાખ્યો છે. હિન્દી ‘બાહુબલી ૨'એ ત્રીજા વીક-એન્ડમાં ૪૨.૫૫ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો, જ્યારે ‘ષાી ૨'એ ત્રીજા વીક-એન્ડમાં ૪૮.૭૫ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે.
રવિવારના અંતે ‘ષાી ૨'એ ભારતમાં કુલ ૫૦૨.૩૫ કરોડ રૂપિયાનું નેટ બૉક્સ-ઑફિસ કલેક્શન કર્યું છે. હવે એ જોવાનું છે કે ‘જવાન'ના ભારતના ૬૪૩.૮૭ કરોડ રૂપિયાના લાઇફટાઇમ કલેક્શનને આંબીને સૌથી વધુ કમાણી કરનારી હિન્દી ફિલ્મ બની શકે છે કે નહીં.
(3:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
