હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
દીપિકા પાદુકોણ પતિ રણવીર સિંહ સાથે સિદ્ધિવિનાયકના દર્શન કરવા પહોંચી
દીપિકા પાદુકોણ આ મહિનાના મધ્યમાં તેના બાળકનું સ્વાગત કરી શકે: યુઝર્સે સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપી

મુંબઈ :દીપિકા પાદુકોણ ટૂંક સમયમાં તેના જીવનના નવા તબક્કામાં પ્રવેશવા જઈ રહી છે. પદ્માવતની અભિનેત્રી અને તેનો પતિ રણવીર સિંહ તે જ મહિનામાં તેમના પ્રથમ બાળકનું સ્વાગત કરવા જઈ રહ્યા છે જે મહિનામાં ગણપતિ બાપ્પા આવવાના છે.
દીપિકા પાદુકોણે હાલ તેના પ્રેગ્નન્સી પીરિયડને એન્જોય કરી રહી છે, તેણે થોડા દિવસો પહેલા ઈન્સ્ટાગ્રામ પર તેના મેટરનિટી ફોટોશૂટની તસવીરો શેર કરી હતી. તેના બેબી બમ્પને જોયા બાદ કેટલાક યુઝર્સ એવી અટકળો પણ લગાવી રહ્યા હતા કે અભિનેત્રી જોડિયા બાળકોને જન્મ આપશે. હાલમાં જ ગણેશ ચતુર્થીના ખાસ અવસર પર દીપિકા પાદુકોણ પતિ રણવીર સિંહ સાથે તેમના આશીર્વાદ લેવા ગઈ હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ કોઈપણ મોટા દિવસ પહેલા આશીર્વાદ લેવા માટે ચોક્કસપણે ગણપતિ બાપ્પાની મુલાકાત લે છે. 6 સપ્ટેમ્બરથી ગણેશ ચતુર્થી શરૂ થઈ છે, જ્યાં 9 દિવસ સુધી બાપ્પાની ખૂબ જ સેવા કરવામાં આવશે. આ અવસર પર ઘણા સ્ટાર્સ પોતાના ઘરે બાપ્પાની સ્થાપના પણ કરશે. દીપિકા પાદુકોણ પણ ગણેશ ચતુર્થી પર પતિ રણવીર સિંહ સાથે મુંબઈના સિદ્ધિવિનાયક મંદિર પહોંચી હતી.
આ વીડિયો ઈન્સ્ટન્ટ બોલિવૂડ દ્વારા તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. આ દરમિયાન દીપિકા સિમ્પલ ગ્રીન અને ગોલ્ડન કલરની સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી, જ્યારે રણવીર સિંહ પણ ઓફ વ્હાઈટ કલરના કુર્તા-પાયજામામાં ડેશિંગ લાગતો હતો. બંનેએ તેમના ચાહકોને પણ શુભેચ્છા પાઠવી હતી.
આ વાયરલ વીડિયો જોયા બાદ યુઝર્સ વિવિધ પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે. ઘણા યુઝર્સે તો એવી પણ કોમેન્ટ કરી કે છોકરી હોય કે છોકરો, હું બસ પ્રાર્થના કરું છું કે ફેશન રણવીર સિંહ જેવી ન હોય. એક યુઝરે લખ્યું કે, "જે પણ હોય, તેની ફેશન રણવીર સિંહ જેવી ન હોવી જોઈએ."
અન્ય એક યુઝરે લખ્યું, "દીપવીર એકસાથે ખૂબ જ ક્યૂટ લાગી રહ્યા છે." અન્ય એક યુઝરે લખ્યું કે, રણવીર સિંહ ખૂબ જ સંભાળ રાખનાર પતિ છે. સોશિયલ મીડિયા પર ઘણા યુઝર્સ દીપિકાને આરામ કરવાની સલાહ પણ આપી રહ્યા છે. દીપિકા પાદુકોણ આ મહિનાના મધ્યમાં તેના બાળકનું સ્વાગત કરી શકે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
