News of Saturday, 14th September 2024
સ્ત્રી બાદ આવી રાજકુમાર રાવની નવી જોરદાર કોમેડી ફિલ્મ, ટ્રેલર જોઈને પાગલ થઈ જશો
વિક્કી ઔર વિદ્યા કા વો વાલા વીડિયો...દિવાળીમાં જોરદાર કોમેડી ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે

મુંબઇ, તા.૧૪: રાજકુમાર રાવ અને તૃપ્તિ ડિમરી સ્ટારર વિક્કી ઔર વિદ્યા કા વો વાલા વીડિયો ફિલ્મનું ટ્રેલર આખરે રિલીઝ થઈ ગયુ છે. બુધવારે મેકર્સે આ રોમેન્ટિક ફિલ્મનું ક્રિએટિવ ટીઝર જાહેર કરીને ફેન્સની દિલચસ્પી વધારી દીધી હતી. નાની ક્લિપમાં ૯૦ ના દાયકાની સ્ટોરી અદભૂત હતી. પરંતું હવે આજે વિક્કી ઔર વિદ્યા કા વો વાલા વીડિયો ફિલ્મનુ ટ્રેલર આવી ગયું છે. ૩.૩૨ મિનિટના ટ્રેલરમાં કોમેડી અને જબરદસ્ત ડ્રામા જોવા મળી રહ્યો છે.
ટ્રેલરમાં રાજકુમાર રાવ અને તૃપ્તિ ડિમરી વિક્કી અને વિદ્યાના રોલમાં છે. જે પોતાની સુહાગરાતનો વીડિયો રેકોર્ડ કરવાનો પ્લાન કરે છે. પરંતુ બાદમાં તેમના ઘરમાંથી સીડી પ્લેયરની ચોરી થાય છે. વિજય રાજ એક ઈન્સ્પેક્ટરની ભૂમિકામાં છે, જે સીડી પ્લેયરને શોધવાનો પ્રયાસ કરે છે.
આ ફિલ્મમાં મલ્લિકા શેરાવત પણ છે, જે ગ્લેમરનો તડકો લગાવી રહી છે. લોકો ટ્રેલર જોઈને જોરદાર કોમેન્ટ કરી રહ્યાં છે. રાજકુમાર રાવે ફરી એકવાર સાબિત કરી દીધું કે, તે બેસ્ટ એક્ટરમાંના એક છે.
ડ્રીમ ગર્લ ફ્રેન્ચાઈઝી માટે ફેમસ વિક્કી ઔર વિદ્યા કા વો વાલા વીડિયો નું ડાયરેક્શન રાજ શાંડિલ્યએ કર્યું છે. ફિલ્મમાં વિજય રાજ, મલ્લિકા શેરાવત, મસ્ત અલી, અર્ચના પૂરન સિંહ, મુકેશ તિવારી, અર્ચના પટેલ, રાકેશ બેદી, ટીકુ તલસાનિયા અને અસ્વિની કાલસેકર પણ છે.
રાજકુમાર રાવ અને તૃપ્તિ ડિમરીની આ જબરદસ્ત કોમેડી ફિલ્મ ૧૧ ઓક્ટોબર, ૨૦૨૪ ના રોજ રિલીઝ થશે. ફિલ્મની ટક્કર આલિયા ભટ્ટની જિગરા સાથે થશે.
(9:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
