News of Saturday, 14th September 2024
તારક મહેતા ફેમ સોનુએ શો સાથેનો કોન્ટ્રાક્ટ તોડ્યો !: અસીત મોદીની કાયદેસર કાર્યવાહી પર પલકે મૌન તોડ્યું
તારક મહેતાની સોનુએ કહ્યું સોશિયલ મીડિયામાં ચાલી રહેલા આ તમામ સમાચાર બકવાસ છે

મુંબઈ : ટેલિવિઝન પર લાંબા સમયથી ચાલી રહેલી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માને દર્શકોનો ભરપૂર પ્રેમ મળી રહ્યો છે. જો કે આ સિરિયલ સાથે અનેક વિવાદો પણ ચાલી રહ્યા છે. આ પહેલા પણ અનેક કલાકારોએ એક બાદ એક ટીવી સિરિયલ છોડી દીધી તો અનેક કલાકારો સાથેના વિવાદ પણ ચર્ચામાં રહ્યા. ત્યારે આ વખતે સોનુનો પાત્ર ભજવતી પલક સિંધવાની હેડલાઈનમાં આવી છે.
સામે આવેલી માહિતી પ્રમાણે તારક મહેતા સિરિયલમાં સોનુ ભીડેની ભૂમિકા ભજવતી પલક સિંધવાનીએ કથિત રીતે પ્રોડક્શન હાઉસ સાથે તેના કોન્ટ્રાક્ટનો તોડ્યો છે. સામે આવેલી માહિતી પ્રમાણે અસિત મોદીની ટીમ પલક સામે કાયદાકીય પગલા લઈ શકે છે. જો કે આ મામલે પલકે મૌન તોડતાં જવાબ આપ્યો છે.
તારક મહેતાની સોનુએ ટેલી ટોક સાથે વાત કરતાં ઈન્ટવ્યુમાં જણાવ્યું કે સોશિયલ મીડિયામાં ચાલી રહેલા આ તમામ સમાચાર બકવાસ છે. મારા અને પ્રોડક્શન હાઉસ વચ્ચે એવી કોઈ પણ પ્રકારની ઘટના બની નથી. આ સાથે પલકે કાયદાકીય કાર્યવાહી કરવાની વાતોને પણ અફવા ગણાવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે તારક મહેતામાંથી દયાભાભી, તારક મહેતા, ગોલી, જેનીફર મિસ્ત્રી, મોનિકા ભાદોરિયા, ભવ્ય રાવલ, નિધિ ભાનુશાળી જેવા અનેક જાણીતા કલાકારોએ શો છોડી દીધો છે.
(10:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
