<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd September 2024

શ્રધ્‍ધા કપૂર-રાજકુમાર રાવની ‘સ્ત્રી-૨' ૬૦૦ કરોડનો માઇલ સ્‍ટોન પસાર કરનાર પહેલી ફિલ્‍મ બની ગઇ

શાહરૂખની પઠાણ અને જવાન (લગભગ રૂ. ૫૮૨ કરોડ), રણબીરની એનિમલ અને સની દેઓલની ગદર-૨ (૫૨૫ કરોડ)નો રેકોર્ડ તોડી નાખ્‍યોઃ ગજની, થ્રી ઈડિયટ, પીકે, બાહુબલી ટુના રેકોર્ડ હવે ભુતકાળ બની ગયા

મુંબઇ તા. ૨૩: શ્રધ્‍ધા કપૂર અને રાજકુમાર રાવની ફિલ્‍મ ‘સ્ત્રી-૨'એ નવો ઇતિહાસ આલેખ્‍યો છે. આ ફિલ્‍મ ૬૦૦ કરોડના માઇલસ્‍ટોનને પાર કરનારી પહેલી હિન્‍દી ફિલ્‍મ બની ચુકી છે. છસ્‍સો કરોડની કમાણી સાથે આ ફિલ્‍મે શાહરૂખની પઠાણ અને જવાન (લગભગ રૂ. ૫૮૨ કરોડ), રણબીરની એનિમલ અને સની દેઓલની ગદર-૨ (૫૨૫ કરોડ)નો રેકોર્ડ પણ તોડી નાખ્‍યો છે. આ ઉપરાંત ફિલ્‍મે છસ્‍સો કરોડની નવી ક્‍લબ સાથે ગજની, થ્રી ઈડિયટ, પીકે, બાહુબલી ટુ ના રેકોર્ડને હવે ભૂતકાળ બનાવી દીધા છે.સ્ત્રી-૨એ શાહરૂખ ખાન, સલમાન ખાન, પ્રભાસ, રજનીકાંત અને આમિર ખાન જેવા દિગ્‍ગજ સ્‍ટાર્સના એક પછી એક તમામ રેકોર્ડના ભૂક્કા બોલાવ્‍યા છે.

ગઇકાલે રવિવારે ‘ષાી-૨'૬૦૦ કરોડના માઇલસ્‍ટોનને પાર કરનાર પ્રથમ  હિન્‍દી ફિલ્‍મ બની ગઇ છે. એમ કહી શકાય કે હિન્‍દી ફિલ્‍મ જગતમાં નવીનતમ ૬૦૦ કરોડની ક્‍લબની શરૂઆત આ ફિલ્‍મે કરી છે. અગાઉ હિન્‍દી ફિલ્‍મો કે જેણે ૧૦૦ કરોડથી પ્રતિષ્ઠિત ક્‍લબ શરૂ કરી હતી, તે નીચે મુજબ છે. ૧૦૦ કરોડ-ગજની (૨૦૦૮), ૨૦૦ કરોડ-થ્રી ઇડિયટ (૨૦૦૯),  ૩૦૦ કરોડ-પીકે (૨૦૧૪), ૫૦૦ કરોડ-બાહુબલી-૨ (૨૦૧૭),  ૬૦૦ કરોડ-ષાી-૨ (૨૦૨૪)નો સમાવેશ થાય છે.

ડોમેસ્‍ટિક બોક્‍સ ઓફિસમાં ૬૦૦ કરોડની કમાણી કરીને શ્રદ્ધા કપૂર-રાજકુમાર રાવની આ ફિલ્‍મ આ ક્‍લબમાં સામેલ થનારી પ્રથમ હિન્‍દી ફિલ્‍મ બની ગઈ છે. કમાણી સાથે જોડાયેલા સત્તાવાર ડેટા અનુસાર ફિલ્‍મે ૩૮માં દિવસે ૫૯૮.૯૦ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો.  હવે જો આપણે ૩૯મા દિવસના ડેટા પર નજર કરીએ તો રવિવારે રાત્રે ૯.૩૦ વાગ્‍યા સુધી ફિલ્‍મે ૪.૬૪ કરોડ રૂપિયાની કમાણી કરી લેતાં કુલ કમાણી ૬૦૩.૫૪ કરોડ રૂપિયા પર પહોંચી ગઈ હતી.

૧૫ ઓગસ્‍ટે રિલીઝ થયેલીસ્ત્રી-૨ ફિલ્‍મ ૬૦૦ કરોડની ક્‍લબમાં પહોંચતા બોલીવૂડના મસમોટા સ્‍ટાર્સ પણ હલબલ ગયા છે.  બિઝનેસ ટુડેના રિપોર્ટ અનુસાર આ ફિલ્‍મ માત્ર ૫૦ કરોડ રૂપિયાના બજેટમાં બની છે.  આવી સ્‍થિતિમાં આટલા ઓછા બજેટમાં ૬૦૦ કરોડનો આંકડો પાર કરીને આ ફિલ્‍મે નાની ફિલ્‍મો માટે એક નવો રસ્‍તો ખોલ્‍યો છે.  મતલબ કે નાના બજેટમાં સારું કન્‍ટેન્‍ટ આપવામાં આવે તો ઓડિયન્‍સનો પણ સપોર્ટ મળે છે.

ફિલ્‍મમાં શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવ ઉપરાંત પંકજ ત્રિપાઠી, અપારશક્‍તિ ખુરાના અને અભિષેક બેનર્જીની ત્રિપુટીએ અજાયબીઓ કરી છે.  હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે ભારતીય સિનેમાના સૌથી મોટા સુપરસ્‍ટારમાંથી કોણ આ ફિલ્‍મનો રેકોર્ડ તોડી શકે છે.

(3:13 PM IST)