<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd September 2024

ફિલ્‍મ ‘લવ ઇઝ લવ'નું સ્‍ક્રીનીંગ યોજાયું

મુંબઇ તા. ૨૩: નિર્દેશક કપીલ કોૈસ્‍તુભ શર્માની ફિલ્‍મ ‘લવ ઇઝ લવ'ની સ્‍પેશિયલ સ્‍ક્રીનીંગ રાખવામાં આવી હતી. જેમાં અભિનેત્રી કીટુ ગીડવાની, ઝરીના વહાબ સહિત સામેલ થયા હતાં. આ ફિલ્‍મ આંતરરાષ્‍ટ્રીય સ્‍તર પર પ્રશંસા મેળવી ચુકી છે અને તેર પુરષ્‍કાર જીત્‍યા છે. આંતરરાષ્‍ટ્રીય એલજીબીટીક્‍યુપ્‍લસ-ઓટીટી પ્‍લેટફોર્મ ડેક્કુ પર રિલીઝ થનારી આ પ્રથમ ભારતીય ફિલ્‍મ છે. આ ફિલ્‍મનું નિર્માણ ફિલ્‍મ હાઉસ પ્રોકડક્‍શન દ્વારા થયું છે. જેમાં જીનત અમાનના દિકરા જહાન ખાન અને નિખીલ કામથે સંગીત આપ્‍યું છે. ફિલ્‍મમાં ઝરીના વહાબ, કીટુ ગીડવાની, બિદીતા બેગ, કપીલ કોૈસ્‍તુભ શર્મા, મિકી મખીજા, અભિષેક મિશ્રા, ઇશા છાબરા સહિતે અભિનય આપ્‍યો છે.

(3:29 PM IST)