<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th September 2024

પેરિસ ફેશન વીકમાં આલિયા ભટ્ટે વોક કર્યું : તસવીરો થઈ વાયરલ

મુંબઈ: આલિયા ભટ્ટે ફરી એકવાર પોતાના લુકથી બધાને દિવાના બનાવી દીધા છે. તેણે પેરિસ ફેશન વીકમાં વોક કર્યું હતું. તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. બોલિવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાય દર વર્ષે પેરિસ ફેશન વીકનો ભાગ બને છે. આ વર્ષે એશ સાથે આલિયા ભટ્ટે પણ તેમાં ભાગ લીધો છે.આલિયા સોમવારે પેરિસ ફેશન વીકમાં લોરિયલ બ્રાન્ડ માટે ચાલી હતી. તેની ચાલવાની તસવીરો વાયરલ થઈ રહી છે.આલિયાએ સિલ્ક મેટાલિક ડ્રેસ પહેર્યો હતો. જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેણે ઇયરિંગ્સ અને સિમ્પલ મેકઅપ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો.હેરસ્ટાઈલની વાત કરીએ તો તેના વાળ ખુલ્લા હતા. રેમ્પ વોક કરતી વખતે આલિયાએ ચાહકોને ફ્લાઈંગ કિસ આપી હતી. તેના પોઝ પણ ખૂબ વાયરલ થઈ રહ્યા છે. આલિયાના ચહેરા પરની ચમક ચાહકોનું દિલ જીતી રહી છે.એક ચાહકે કમેન્ટ કરી- આલિયા ભટ્ટ તમે ખૂબ જ સુંદર છો.

 

(5:32 PM IST)