તા. ૧ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ આસો વદ અમાસ, શુક્રવાર
News of Sunday, 29th September 2024
ઐશ્વર્યા ગંભીર બીમારીનો શિકારઃ શરીરનેં વજન વધતી જાય છેઃ બાકીની હીરોઈનની જેમ સ્ટ્રિક્ટ ડાયેટ નથી ફોલો કરી શકતી અને તેના વજનને કંટ્રોલમાં નથી લાવી શકતી.
અભિષેકના ડિવોર્સ માટે પણ આ જ કારણ જવાબદાર હોવાનું કહેવાઈ રહ્યું છે

મુંબઇઃ હાલમાં બચ્ચન પરિવાર અને ઐશ્વર્યા રાય બચ્ચન ચાલી રહેલાં વિખવાદને કારણે લાઈમલાઈટમાં રહે છે. અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચન ટૂંક સમયમાં જ ડિવોર્સ લઈ રહ્યા છે, પરંતુ આ બાબતે અભિષેક કે ઐશ્વર્યાએ બાબતે કોઈ સ્પષ્ટતા નથી કરી. પરંતુ આ બધા વચ્ચે હવે ઐશ્વર્યાને લઈને એક ચોંકાવનારી માહિતી સામે આવી રહી છે. એટલું જ નહીં પણ ઐશ્વર્યા અને અભિષેકના ડિવોર્સ માટે પણ આ જ કારણ જવાબદાર હોવાનું કહેવાઈ રહ્યું છે.
એક રેડિટ પોસ્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર ઐશ્વર્યા રાય બચ્ચન એક ગંભીર બીમારીથી પીડાઈ રહી છે અને આ બીમારીને કારણે જ તેનું વજન સતત વધી રહ્યું છે. આ વધતા વજનને કારણે જ ઐશ્વર્યા એવા કપડાં પહેરે છે જેને કારણે તેનું શરીર કવર કરી શકાય. ઐશ્વર્યા કે તેની ટીમે તેની આ મેડિકલ કંડીશન વિશે કોઈ ખુલાસો કર્યો નથી. આ બીમારીને કારણે ઐશ્વર્યા બાકીની હીરોઈનની જેમ સ્ટ્રિક્ટ ડાયેટ નથી ફોલો કરી શકતી અને તેના વજનને કંટ્રોલમાં નથી લાવી⁴ શકતી.
રેડિટ પોસ્ટ કરવામાં આવેલા દાવા 0અનુસાર ઐશ્વર્યાની આ બીમારી જ તેના ડિવોર્સનું કારણ છે.
જોકે, આ બાબતે ઐશ્વર્યાએ કે તેની ટીમે આ બાબતે કોઈ ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો નથી. રેડિટ પોસ્ટ કરનારા યુઝર્સ દ્વારા એવી રિકવેસ્ટ પણ કરવામાં આવી છે કે ઐશ્વર્યાના વધતા વજનને કારણે તેને બોડી શેમ કરવાનું બંધ કરવું જોઈએ.
અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં જ ઐશ્વર્યાએ દીકરી આરાધ્યા સાથે પેરિસમાં યોજાયેલા ફેશન વીક અને દુબઈમાં યોજાયેલા આઈફા એવોર્ડમાં હાજરી આપવા પહોંચી હતી.
(6:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
