<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th October 2024

આલિયા ભટ્ટની ‘જીગરા' થઇ ગઇ રિલીઝઃ અભિનયના ભરપુર વખાણ

મુંબઇઃ આજે ૧૧મીએ આલિયા ભટ્ટની બહુપ્રતિક્ષીત ફિલ્‍મ જીગરા રિલીઝ થઇ ચુકી છે. ફિલ્‍મના ટ્રેલરે લોકોને આકર્ષિત કર્યા હતાં. ગીતો પણ ટ્રેન્‍ડ થયા હતાં. કરણ જોહરની આ ફિલ્‍મ છે. ફિલ્‍મમાં આલિયા ભટ્ટ અને વેદાંગ રૈનાનની મુખ્‍ય ભુમિકા છે. વસન બાલા નિર્દેશીત આ ફિલ્‍મમાં ભાઇ બહેનના પ્રેમની કહાની છે. અનેક પડકારો વચ્‍ચે પણ એક બહેન કઇ રીતે પોતાના ભાઇને બચાવે છે તેની કહાની છે. આલિયા ભટ્ટના એક્‍શન સીન દર્શકોને ચોંકાવી જાય તેવા છે. એક યુઝરે લખ્‍યું છે કે આલિયાની કારકિર્દીની આ એકદમ બેસ્‍ટ પરફોર્મન્‍સવાળી ફિલ્‍મ છે. તેના હાવભાવ અને અભિયન એકદમ ફાયર છે

(4:20 PM IST)