News of Saturday, 19th October 2024
ના દીપિકા, ના આલિયા, ના પ્રિયંકા કે ના તો એશ્વર્યા : ૫૬ વર્ષની જુહી ચાવલાએ બધાને પછાડ઼્યા : બની બોલીવૂડની સૌથી અમીર અભિનેત્રી
જુહી ચાવલાની કુલ સંપત્તિ ૪૬૦૦ કરોડ

મુંબઇ, તા.૧૯: બોલીવૂડની સૌથી અમીર એક્ટર કઈ હશે? આ સવાલ કયારેકને કયારેક તો તમારા મનમાં થયો જ હશે. તમને એવું લાગશે કે કરીના, દીપિકા, આલિયા કે એશ્વર્યામાંથી કોઈ એક હશે કે જે બોલીવૂડની સૌથી અમીર એક્ટર હશે. પણ આજે અમે તમને જણાવીશું કે ખરેખરમાં બોલીવૂડની સૌથી અમીર એક્ટર કોણ છે.
આપને જણાવી દઈએ કે બોલીવૂડની સૌથી અમીર એક્ટર ૫૬ વર્ષની જૂહી ચાવલા છે. જેની નેટવર્થનો આંકડો એટલો છે, કે જેની આસપાસ કોઈ હિરોઈનની મિલકત નથી પહોંચી હજુ.
હુરુન રિચ લિસ્ટ ૨૦૨૪ મુજબ જૂહી ચાવલા બોલીવૂડની સૌથી અમીર એક્ટર છે. તેની પાસે કુલ સંપત્તિ ૪૬૦૦ કરોડ રૂપિયાની છે.
જોકે આ લિસ્ટમાં બીજા નંબરે આવે છે એશ્વર્યા રાય જેની કુલ સંપત્તિ ૮૫૦ કરોડ રૂપિયા છે. ત્યારબાદ આવે છે પ્રિયંકા ચોપડા જેની કુલ -ોપર્ટી ૬૫૦ કરોડ રૂપિયા છે.
પ્રિયંકા બાદ આલિયા ભટ્ટનો નંબર આવે છે જેની કુલ સંપત્તિ ૫૫૦ કરોડ રૂપિયા છે. ત્યારબાદ આવે છે દીપિકા પાદુકોણ કે જેની કુલ સંપત્તિ ૫૦૦ કરોડ રૂપિયા છે.
આપને જણાવી દઈએ કે એક્ટર જૂહી ચાવલાની મિલકતનો મોટાભાગનો હિસ્સો તેના બિઝનેસથી છે. તે રેડ ચિલીઝ ગ્રુપનો મોટો હિસ્સો ધરાવે છે. તે સિવાય તે આઈપીએલમાં પણ કોલકાતા નાઈટ રાઈડર્સની કો-ઓનર છે. તેનો પતિ જય મહેતા પણ મોટો બિઝનેસમેન છે. જૂહી ચાવલાએ તેના પતિ સાથે જોઈન્ટ બિઝનેસમાં પણ રોકાણ કર્યું છે. સાથે જ જૂહી ચાવલા રિયલ એસ્ટેટમાં રોકાણ કરે છે.
(10:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
