News of Sunday, 20th October 2024
અલ્લુ અર્જુનની 'પુષ્પા ૨ – ધ રુલ'ની ઐતિહાસિક ૯૦૦ કરોડની ડીલ
અલ્લુ અર્જુનની બહુચર્ચિત 'પુષ્પા ૨-ધ રુલ'ની દર્શકો લાંબા સમયથી આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે

મુંબઈ, તા.૨૦,
અલ્લુ અર્જુનની બહુચર્ચિત 'પુષ્પા ૨-ધ રુલ'ની દર્શકો લાંબા સમયથી આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. ફિલ્મના મેકર્સ દ્વારા થોડા વખત પહેલા એક પોસ્ટર લોંચ કરવામાં આવ્યું હતું. જેમાં પુષ્પા ખુબ આત્મવિશ્વાસથી એક ખુરશી પર બેઠેલો દેખાય છે. તેની ઇન્ટેન્સિટી અને સ્વૅગથી તેના ફૅન્સ ખુશ ખુશ થઈ ગયા છે. ફિલ્મ ૬ ડિસેમ્બરે રિલીઝ થઈ રહી છે, ત્યારે તેને આડે માત્ર ૫૦ દિવસ રહ્યા છે. ત્યારે મેકર્સે રિલીઝ પહેલાં જ ઇતિહાસ રચ્યો છે. ફિલ્મ મેકર્સે ડિજીટલ અને સેટેલાઇટ રાઇટ્સ માટે ૯૦૦ કરોડની ડીલ કરી છે. કારણ કે આ વખતે દર્શકો અને મેકર્સ બંનેને વિશ્વાસ છે કે ફિલ્મના પહેલા ભાગની જેમ જ આ ભાગમાં પણ એક્શન અને ડ્રામા નવી ઊંચાઈએ પહોંચશે. મૈથ્રી મુવી મેકર્સે આ અંગે પોતાના સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરતા લખ્યું હતું,"હવે બહુ વધારે રાહ જોવાની નથી, પુષ્પા રાજ માણવામાં ૫૦ દિવસ બાકી રહ્યા છે." દર્શકોને આશા છે કે આ વખતની વાર્તા પણ જકડી રાખે તેવી હશે અને તેમાં પુષ્પાના શાસનની નવી બાજુ જોવા મળશે. સાથે તેમાં અલ્લુ અર્જુન, રશ્મિકા મંદાના અને ફહાદ ફાઝિલ પણ છે, તો હવે કેવા નવા ટ્વિસ્ટ આવશે તે જોવા લોકો આતુર છે.
(2:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
