News of Sunday, 20th October 2024
બિગ બોસ 18 ના સ્ટેજ પર સલમાન ખાનની ટિપ્પણીએ સોશિયલ મીડિયા પર ચર્ચા જગાવી
વિડિઓ ભારે વાયરલ : લોકો બાબા સિદ્દીકીની હત્યા અને લોરેન્સ બિશ્નોઈ સાથે લોકો જોડી રહ્યા છે નિવેદન

મુંબઈ :અભિનેતા સલમાન ખાન હિન્દી સિનેમા જગતમાં 'સુલતાન' અને 'દબંગ ખાન' તરીકે ઓળખાય છે. પરંતુ, હાલનાં સમયમાં તેના જીવનમાં લોરેન્સ બિશ્નોઈ નામનું ગ્રહણ લાગી ગયું છે. કારણ કે, જેલમાં બંધ આ ગેંગસ્ટરની ગેંગ તરફથી સલમાન ખાનને સતત જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. સલમાન ખાનનાં નજીકના મિત્ર અને રાજનેતા બાબા સિદ્દીકીની હત્યા બાદ આ મામલો વધુ ગરમાયો છે.
જો કે, હવે આ મામલે અભિનેતા સલમાન ખાને પોતાનું મૌન તોડ્યું છે. મીડિયા અહેવાલ અનુસાર, અભિનેતાએ કહ્યું છે કે, હાલમાં તે પોતાના જીવનના મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. ભાઈજાને બિગ બોસ 18 ના સ્ટેજ પર ખુલીને વાત કરી છે.
સોશિયલ મીડિયા પર પોસ્ટ થકી બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી હોવાનું સામે આવ્યું છે. જ્યારે એક વાઇરલ પોસ્ટમાં બાબા સિદ્દીકીની હત્યાનું કારણ સલમાન ખાન સાથેની તેની નિકટતાને પણ જણાવવામાં આવ્યું હતું. ત્યાર પછીથી અભિનેતા સલમાન ખાનની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. જો કે, તેમ છતાં અભિનેતાને દરરોજ અલગ-અલગ માધ્યમોથી ધમકીઓ મળી રહી છે. સલમાન ખાને બિગ બોસ 18 ના 'વીકએન્ડ કા વાર' માં આ તમામ બાબતો પર પોતાની પહેલી પ્રતિક્રિયા આપી છે.
સોશિયલ મીડિયા પર બિગ બોસ 18 ના 'વીકએન્ડ કા વાર' નો એક વીડિયો વાઇરલ થયો છે, જેમાં અભિનેતા કહેતા સંભળાય છે કે, 'યાર, કસમ ખુદા કી, હું મારા જીવનમાં હાલ શું સહન કરી રહ્યો છું આ હું જ જાણું છું. જો કે અભિનેતાએ મુદ્દાનો ઉલ્લેખ કર્યો નહોતો. પરંતુ લોકો સલમાન ખાનના આ નિવેદનને તેને મળી રહેલી ધમકીઓ, લોરેન્સ બિશ્નોઈ અને બાબા સિદ્દીકીની હત્યા સાથે જોડી રહ્યા છે.
વિવાદો સિવાય સલમાન ખાનની આવનારી ફિલ્મોની વાત કરીએ તો તેમાં સૌથી પહેલું નામ 'સિકંદર' છે. નિર્દેશક AR મુર્ગદાસ અને નિર્માતા સાજિદ નડિયાદવાલાની આ ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું છે. આ ફિલ્મમાં સલમાન ખાનની સાથે અભિનેત્રી રશ્મિકા મંદન્ના મુખ્ય પાત્રમાં છે. આ ફિલ્મ આવતા વર્ષે ઈદ પર સિનેમાઘરોમાં રિલીઝ થઈ શકે છે.
(11:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
