<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th October 2024

‘મજનુભાઈ' અને ‘ઉદયભાઈ' ફરી એકસાથે

૨૯ ઓક્‍ટોબરે થવા જઈ રહ્યો છે મોટો ધડાકો નાના પાટેકર ટૂંક સમયમાં અનિલ શર્માની વનવાસમાં જોવા મળશે

મુંબઇ, તા.૨૮: વર્ષ ૨૦૦૭માં ક્‍લાસિક કોમેડી ફિલ્‍મ ‘વેલકમ' રિલીઝ થઈ હતી, જેમાં અનિલ કપૂર, નાના પાટેકર, અક્ષય કુમાર, કેટરિના કૈફ જેવા સ્‍ટાર્સ હતા. આ ફિલ્‍મ ખૂબ જ રસપ્રદ ફિલ્‍મ હતી, જેમાં નાના પાટેકર અને અનિલ કપૂર દ્વારા ભજવવામાં આવેલા ‘મજનુ ભાઈ' અને ‘ઉદય ભાઈ'ના પાત્રોને લોકોએ પસંદ કર્યા હતા. હાલમાં જ બંને સ્‍ટાર્સ લાંબા સમય બાદ ફરી એકસાથે જોવા મળ્‍યા હતા, આ જોડીએ લોકોના દિલમાં ખાસ જગ્‍યા બનાવી છે.

નાના પાટેકર ટૂંક સમયમાં ‘વનવાસ'માં જોવા મળશે, જેના માટે પ્રમોશન કરવામાં આવી રહ્યું છે. ‘મજનુભાઈ' અને ‘ઉદયભાઈ'નું એકસાથે આવવું એ પણ આનો એક ભાગ છે. વાસ્‍તવમાં નાના પાટેકર અને અનિલ કપૂર ‘વનવાસ'ના પ્રમોશન માટે પોડકાસ્‍ટમાં સાથે આવ્‍યા હતા. પોડકાસ્‍ટના રેર્કોડિંગ પછી, બંને સ્‍ટાર્સ મીડિયા માટે એકસાથે પોઝ આપતા જોવા મળ્‍યા હતા, જેમાં તેઓ ખૂબ જ સિમ્‍પલ લુક પહેર્યા હતા. વાયરલ થઈ રહેલા વીડિયોમાં બંનેની બોન્‍ડિંગ જોઈ શકાય છે.

આટલા લાંબા સમય બાદ બંનેને એકસાથે જોયા બાદ દર્શકોએ તેમને ફરી એકવાર સાથે જોવાની ઈચ્‍છા વ્‍યક્‍ત કરી છે. જો કે, તમને જણાવી દઈએ કે વેલકમ ફ્રેન્‍ચાઈઝીની ત્રીજી ફિલ્‍મની જાહેરાત કરવામાં આવી છે, જેમાં અનિલ કપૂર અને નાના પાટેકર બંને સામેલ થશે નહીં. આ વખતે ફિલ્‍મમાં અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી, રવિના ટંડન અને પરેશ રાવલના નામ સામેલ છે. કહેવામાં આવી રહ્યું છે કે બંને કલાકારોને ફિલ્‍મની સ્‍ટોરી લાઇન પસંદ ન આવી, જેના કારણે તેઓએ આ ફિલ્‍મ કરવાની ના પાડી દીધી.

નાના પાટેકર ‘ગદર ૨'ના દિગ્‍દર્શક અનિલ શર્માની ‘વનવાસ'માં જોવા મળવાના છે, આ ફિલ્‍મની જાહેરાત દશેરાના અવસર પર કરવામાં આવી હતી. આ ફિલ્‍મમાં નાના પાટેકર, ઉત્‍કર્ષ શર્મા, સિમરત કૌર, ખુશ્‍બુ સુંદર, રાજપાલ યાદવ જેવા કલાકારો સામેલ છે. ફિલ્‍મ વિશે વાત કરતા નાના પાટેકરે કહ્યું કે આ તેમની અત્‍યાર સુધીની શ્રેષ્ઠ ફિલ્‍મ છે. ફિલ્‍મનું ટીઝર ૨૯ ઓક્‍ટોબરે રિલીઝ થશે

(11:49 AM IST)