<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 1st November 2024

ઐશ્‍વર્યારાયે મૉડલિંગથી કારકિર્દી શરૂ કરેલઃ આજે કરોડોની માલિક

બોલિવૂડની સૌથી વધારે સુંદર અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચનનો આજે 51 મો જન્મદિવસઃ અભિષેક કેવી રીતે કર્યુ હતું પ્રપોઝ

 

મુંબઇઃ  બોલિવૂડની સૌથી વધારે સુંદર અભિનેત્રી ઐશ્વર્યા રાય આજે તેમનો 51 મો જન્મદિવસ ઉજવી રહી છે. ઐશ્વર્યા રાયે 1997 માં ફિલ્મ પ્યાર હો ગયાથી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું. આ પહેલા પણ તેઓ મૉડલિંગ ક્ષેત્રે નામના મેળવી ચુક્યા હતા. બોલિવૂડમાં 27 વર્ષ પૂર્ણ કરનાર ઐશ્વર્યા રાયના જીવન વિશે જાણો દિલચસ્પ વાતો.

ઐશ્વર્યા રાય બચ્ચન બોલિવૂડની સૌથી સુંદર અને ચર્ચામાં રહેલી અભિનેત્રી છે. તેમના પ્રેમ સંબંધો, લગ્ન જીવન અને કરિયરને કારણે હંમેશા તે ચર્ચામાં રહી.

ઐશ્વર્યા રાયનો જન્મ 1973 માં કર્ણાટકમાં થયો હતો. ઐશ્વર્યાએ હિન્દી ફિલ્મો સાથે તમિલ અને હોલિવૂડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. આ સાથે તેમની મૉડલિંગ કરિયર પણ શાનદાર રહી છે. તે એક માત્ર એવી અભિનેત્રી છે કે જેણે કોકાકોલા અને પેપ્સી બંનેની જાહેરાતમાં કામ કર્યું છે. જ્યારે તે મિસ ઈન્ડિયામાં ભાગ રહી હતી તે દરમિયાન તેને રાજા હિન્દુસ્તાની ઓફર થઈ હતી. આ સિવાય કુછ કુછ હોતા હે, દિલ તો પાગલ હે જેવી ફિલ્મો તેણે નકારી હતી.

અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય પહેલી ફિલ્મ 'ઢાઈ અક્ષર પ્રેમ કે' ના સેટ પર મળ્યા હતા. ત્યારબાદ બંનેએ ફિલ્મ કુછ ન કહો માં સાથે કામ કર્યું હતું. બંટી બબલીના ગીત કજરારેના શૂટિંગ દરમિયાન બંને એકબીજાને પસંદ કરવા લાગ્યા અને ફિલ્મ ધૂમ 2 દરમિયાન બંને પ્રેમમાં મળ્યા.પરંતુ પહેલી જ મુલાકાતમાં અભિષેકને ઐશ્વર્યા પર ક્રશ હતો.

અભિષેક બચ્ચને ગુરુ ફિલ્મના પ્રીમિયર બાદ ન્યુયોર્કમાં ઐશ્વર્યા સામે તેના પ્રેમનો ઈઝહાર કર્યો હતો. અભિષેક બચ્ચને હાથમાં વીંટી સાથે ઘૂંટણ પર બેસીને ફિલ્મી સ્ટાઈલમાં પ્રપોઝ કર્યું હતું. ઐશ્વર્યાએ તરત જ તેનો સ્વીકાર કર્યો હતો. આ સમયે જે નકલી વીંટી સાથે અભિષેકે પ્રપોઝ કર્યો હતો.

અત્યારે હાલ ઐશ્વર્યા રાય ભલે ફિલ્મોમાં સક્રિય નથી. પરંતુ તેની નેટવર્થ કરોડોમાં છે. મીડિયા રિપોર્ટ અનુસાર તેની પાસે 800 કરોડની સંપત્તિ છે. તે એક ફિલ્મ માટે 10 કરોડ રુપિયા ચાર્જ કરે છે. જો કે ઐશ્વર્યાની સંપત્તિ તેના પતિ અભિષેક કરતાં અનેકગણી વધારે છે. અભિષેકની સંપત્તિ 280 કરોડ રુપિયા છે.

(3:59 PM IST)