<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 2nd November 2024

ભૂલ ભૂલૈયા 3 એ શાનદાર શરૂઆત કરી : પ્રથમ દિવસે 36.60 કરોડની કમાણી : ફ્રેન્ચાઇઝીમાં નવો રેકોર્ડ બનાવ્યો

મુંબઇ: દિવાળીના એક દિવસ પછી રિલીઝ થયેલી ‘ભૂલ ભુલૈયા 3’એ બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કર્યું અને 2024ની સૌથી મોટી ઓપનિંગમાંની એક નોંધાવી.  કાર્તિક આર્યન, વિદ્યા બાલન, માધુરી દીક્ષિત અને તૃપ્તિ ડિમરી અભિનીત આ ફિલ્મે પ્રથમ દિવસે 36.60 કરોડ રૂપિયાની કમાણી કરી હતી, જે ફ્રેન્ચાઈઝીની અગાઉની ફિલ્મોની સરખામણીમાં એક રેકોર્ડ છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શના જણાવ્યા અનુસાર, ‘ભૂલ ભૂલૈયા 3’ માત્ર અપેક્ષાઓ તોડી નથી, પરંતુ તે કાર્તિક આર્યનની સૌથી મોટી ઓપનિંગ ફિલ્મ પણ બની ગઈ છે.  સોશિયલ મીડિયા પર રેકોર્ડ-બ્રેકિંગ કલેક્શન શેર કરતાં તરણ આદર્શે લખ્યું, “બ્રાન્ડ ‘BB3’ એ તમામ અનુમાનોને ખોટા સાબિત કર્યા છે. #કાર્તિકઆર્યને આ ફિલ્મ દ્વારા તેની અત્યાર સુધીની સૌથી મોટી ‘ડે 1’ ઓપનિંગ આપી છે.” આ સિવાય આ ફિલ્મ ડિરેક્ટર અનીસ બઝમીની કારકિર્દીની સૌથી મોટી ઓપનિંગ સાબિત થઈ છે.

 

(5:48 PM IST)