<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 4th November 2024

ત્રીજા દિવસે 'ભૂલ ભુલૈયા 3' અને 'સિંઘમ અગેઇન'ની જોરદાર કમાણી :વાંચો કોણ કોનાથી આગળ આવ્યું? '

ભૂલ ભુલૈયા 3' અને 'સિંઘમ અગેઇન' વચ્ચે બોક્સ ઓફિસ પર જબરી સ્પર્ધા ચાલુ:બંને ફિલ્મોનું પ્રથમ બે દિવસનું કલેક્શન શાનદાર:ત્રીજા દિવસનો રિપોર્ટ પણ જોરદાર

મુંબઈ : આ દિવાળી સિનેમાપ્રેમીઓ માટે ધમાકેદાર હતી. અજય દેવગન અભિનીત સિંઘમ અગેઇન અને કાર્તિક આર્યન અભિનીત ભૂલ ભુલૈયા 3 એ સુંદર કલેક્શન કર્યું છે. ફિલ્મ સમીક્ષક તરણ આદર્શના જણાવ્યા અનુસાર, બંને ફિલ્મોએ ત્રણ દિવસમાં કુલ 200 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે.

   sacnilkના અહેવાલ મુજબ, ભૂલ ભલૈયા 3 એ ત્રીજા દિવસે 33.5 કરોડ રૂપિયાની કમાણી કરી છે. બીજા દિવસના કલેક્શનની સરખામણીમાં 9.46 ટકાનો ઘટાડો નોંધાયો છે. ફિલ્મે પહેલા દિવસે 33.5 કરોડ રૂપિયા અને બીજા દિવસે 37 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. 

    સિંઘમ અગેઇને ત્રીજા દિવસે બોક્સ ઓફિસ પર 35.75 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. બીજા કલેક્શનની સરખામણીએ ત્રીજા દિવસે 15.88 ટકાનો ઘટાડો નોંધાયો છે. ફિલ્મે શુક્રવારે 43.5 કરોડ રૂપિયા અને શનિવારે 42.5 કરોડ રૂપિયાનું શાનદાર કલેક્શન કર્યું હતું. આ પ્રમાણે ફિલ્મે ત્રણ દિવસમાં 121.75 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. 

    બંને ફિલ્મો બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરી રહી છે. આવી સ્થિતિમાં બંને ફિલ્મો ટૂંક સમયમાં 200 કરોડના આંકડાને સ્પર્શી જશે. બંને ફિલ્મોને દર્શકોનો પ્રેમ મળી રહ્યો છે. બંને ફિલ્મો અલગ-અલગ જોનરની છે. જ્યારે ભૂલ ભુલૈયા 3 એક હોરર કોમેડી છે, જ્યારે સિંઘમ અગેઈન સંપૂર્ણ એક્શન પેકેજ ફિલ્મ છે. 

   'ભૂલ ભુલૈયા 3' અને 'સિંઘમ અગેઇન' બંને 1 નવેમ્બરના રોજ રીલિઝ થઈ છે અને બોક્સ ઓફિસ પર એકબીજાને સખત સ્પર્ધા આપી રહી છે. જો કે, કલેક્શનની દ્રષ્ટિએ બંને વચ્ચે બહુ તફાવત નથી, પરંતુ 'સિંઘમ અગેઇન' થોડી લીડ જાળવી રહી છે.

(8:31 PM IST)