<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th November 2024

ગુજરાતી ફિલ્મ અભિનેતા મલ્હાર ઠાકર અને અભિનેત્રી પૂજા જોષી લગ્નના બંધને બંધાશે

બંનેએ પોસ્ટમાં લખ્યું છે કે, 'તમામ અફવાઓને આરામ આપીએ છીએ! રીલથી રિયલ સુધી..તમારા પ્રેમ અને આશીર્વાદથી અમે અમારા નવા અધ્યાયની સફર શરૂ કરી રહ્યા છીએ!

અમદાવાદ : ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર મલ્હાર ઠાકર અને ખૂબસૂરત અભિનેત્રી પૂજા જોષીએ પોતાના ઓફિશિયલ રિલેશનશીપ સહિત તેમના લગ્નની જાહેરાત કરી છે. આજે આ બંનેએ સોશિયલ મીડિયાના માધ્યમથી આ વાતની જાહેરાત કરી છે.

છેલ્લા ઘણા દિવસથી ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આ અફવા ઉડી રહી હતી. આ બંને સ્ટાર્સે પણ આ અફવાઓનું જવાબ આપવાનું ટાળ્યું હતું. ત્યારે હવે બંનેએ ઈનસ્ટાગ્રામ પર તેમના ઓફિશિયલ રિલેશનશીપ સહિત લગ્નની જાહેરાત કરી છે.

બંનેએ પોસ્ટમાં લખ્યું છે કે, 'તમામ અફવાઓને આરામ આપીએ છીએ! રીલથી રિયલ સુધી..તમારા પ્રેમ અને આશીર્વાદથી અમે અમારા નવા અધ્યાયની સફર શરૂ કરી રહ્યા છીએ! કાઉન્ટડાઉન શરૂ!!' આ સાથે જ તેમને હેશટેગમાં નોટ એ ફિલ્મ એનાઉન્સમેન્ટ, ન્યૂ જર્ની, ટુગેધરનેસ અને લવ લખ્યું છે.

જણાવી દઈએ કે, મલ્હાર ઠાકર અને પૂજા જોષીએ વેબ સિરીઝ વાત વાતમાં, ફિલ્મ વીર-ઈશાનું સીમંત અને ફિલ્મ લગ્ન સ્પેશિયલમાં સાથે કામ કર્યું છે.

(1:21 PM IST)