<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th November 2024

રામ ચરણ અને કિયારાની ‘ગેમ ચેન્‍જર'આવશે ૧૦ જાન્‍યુઆરીએ

શનિવારે રિલીઝ કરવામાં આવશે ફિલ્‍મનું ટીઝર

 

મુંબઇ તા. ૬: રામ ચરણ તેની બહુપ્રતિક્ષિત ફિલ્‍મ ગેમ ચેન્‍જર ૧૦મી જાન્‍યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ  થશે. જ્‍યારે આ ફિલ્‍મનું ટીઝર આગામી ૯ નવેમ્‍બરના રોજ લોન્‍ચ કરવામાં આવશે. આ પાન ઇન્‍ડિયા ફિલ્‍મમાં રામ ચરણ સાથે  કિયારા અડવાણી મુખ્‍ય ભુમિકામાં છે. ગેમ ચેન્‍જર ફિલ્‍મમાં રામચરણ આઇએએસ ઓફિસરના રોલમાં છે. જે ન્‍યાયી ચૂંટણીની હિમાયત કરી ભ્રષ્‍ટ રાજકારણીઓનો સામનો કરશે. આ એક્‍શન-થ્રિલર  ફિલ્‍મનું નિર્માણ દિલ રાજુ અને સિરીશ દ્વારા કરવામાં આવ્‍યું છે, વાર્તા કાર્તિક સુબ્‍બારાજ દ્વારા અને એસયુ વેંકટેશન અને વિવેકે લખી છે. હર્ષિત દ્વારા સહ-નિર્માણ, સિનેમેટોગ્રાફી એસ. થિરૂનાવુક્કારાસુ, સંગીત એસ. તે થમન દ્વારા રચાયેલ છે, અને સંવાદો સાઈ માધવ બુરા દ્વારા લખવામાં આવ્‍યા છે.

(3:28 PM IST)