હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રાખી સાવંતનું ફરી નાટકઃ વિડીયો શેર કરી કહ્યું જો હું ભારત પરત ફરીશ તો મારી ધરપકડ કરવામાં આવશે
રાખી લાંબા સમયથી દુબઇમાં છે અને ભારત પરત ફરવા માંગે છે

મુંબઇઃ કોન્ટ્રોવર્સી ક્વીન રાખી સાવંત લાંબા સમયથી દુબઈમાં ફસાયેલી છે. રાખી ભારત પરત ફરવા માંગે છે, જેના માટે તેણે તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અપીલ કરી હતી. હવે આ દરમિયાન, રાખી સાવંતનો એક નવો વીડિયો સામે આવ્યો છે, જેમાં તેણે જણાવ્યું છે કે તે ધરપકડના ડરથી પોતાના દેશ પરત નથી ફરી રહી. રાખી સાવંતે ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે જો તે ભારત પરત ફરશે તો તેની ધરપકડ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે રાખી સાવંત પર ઘણા કેસ ચાલી રહ્યા છે, જેમાં તેના પૂર્વ પતિ આદિલ ખાન દુર્રાની દ્વારા દાખલ કરવામાં આવેલી FIR પણ સામેલ છે.
ભારત પાછા ફરવાના સવાલ પર જ્યારે રાખી સાવંતને પૂછવામાં આવ્યું કે બોલિવૂડમાં તેની ખૂબ નજીકના લોકો સલમાન ભાઈને એ લોકો તો છે. તે આ સવાલ પર રાખી સાવંત તરત જ વચ્ચે પડીને કહે છે, ‘ના, હું કોઈની મદદ નથી માંગતી. આ મારી લડાઈ છે. સલમાન ભાઈ, ફરાહ ખાન, શાહરૂખ જી મને એક સેકન્ડમાં જામીન અપાવી દેશે પણ હું કોઈની મદદ માંગતી નથી.’ આ કહેતા રાખી સાવંતની આંખોમાં આંસુ આવી ગયા હતા.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
