News of Thursday, 14th November 2024
ફિલ્મ કંગુવા સિનેમાઘરોમાં રિલીઝ : ચાહકોએ સોશ્યલ મીડિયા પર ફિલ્મને લઇને અવનવા કિએક્શન આપ્યા
'કંગુવા રિવ્યુ 4 સ્ટાર: એક નાટકીય અનુભવ કે જેના પર તમિલ સિનેમા ગર્વ કરી શકે! ભારતીય સિનેમા પ્રેમીઓએ દિગ્દર્શક અને સુર્યાને અવિશ્વસનીય કલ્પના

મુંબઈ : સૂર્યા અને બોબી દેઓલ અભિનીત 'કંગુવા'ની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા અને આજે 14મી નવેમ્બરે આ ફિલ્મ મોટા પડદા પર રિલીઝ થઈ છે. ફેન્ટસી એક્શન ફિલ્મને લઈને લોકો ખૂબ જ ઉત્સાહિત છે. રિલીઝ થતાની સાથે જ સોશિયલ મીડિયા પર ફિલ્મને લઈને ભારે ચર્ચા જાગી છે.
આ ફિલ્મ જોવા લોકો તેમના નજીકના થિયેટરોમાં પહોંચી રહ્યા છે. સોશિયલ મીડિયા પર લોકો તરફથી પ્રતિક્રિયા આવી રહી છે. આ ફિલ્મમાં સૂર્યાનું પાત્ર ડબલ રોલમાં જોવા મળશે, જે તમને વધુ ઉત્તેજિત કરશે. પહેલો શો જોયા બાદ ઘણા એક્સ યુઝર્સની પ્રતિક્રિયાઓ પણ સામે આવી છે, અહીં જુઓ લોકો શું કહે છે.
એક યુઝરે 4 સ્ટારનું રેટિંગ આપ્યું છે અને ફિલ્મ વિશે જણાવ્યું છે. તેણે એક્સ પોસ્ટમાં લખ્યું કે, 'કંગુવા રિવ્યુ 4 સ્ટાર: એક નાટકીય અનુભવ કે જેના પર તમિલ સિનેમા ગર્વ કરી શકે! ભારતીય સિનેમા પ્રેમીઓએ દિગ્દર્શક અને સુર્યાને અવિશ્વસનીય કલ્પના, મહત્વાકાંક્ષા અને સખત મહેનત માટે સલામ કરવી જોઈએ જેણે આ માસ્ટરપીસ બનાવ્યું. પિરિયડ પોર્શન, એક્શન કોરિયોગ્રાફી અને મેકિંગ જોઈને તમે દંગ રહી જશો. આ સંપૂર્ણપણે સૂર્યાનો શો છે. તેની કમાન્ડિંગ સ્ક્રીન હાજરી, સંપૂર્ણ શારીરિકતા અને તીવ્રતા જોવા માટે એક ટ્રીટ છે. બોબી દેઓલ અને સહાયક કલાકારો દ્વારા ભજવવામાં આવેલ ખલનાયક પાત્ર એકદમ સામાન્ય છે. શાનદાર બેકગ્રાઉન્ડ સંગીત તેનો પ્લસ પોઇન્ટ છે. કેમેરાવર્ક અને એડિટિંગ સારુ છે.
અન્ય એક યુઝરે ટ્વિટર પર લખ્યું કે, 'કંગુવાનું રેટિંગ 4/5 છે. સ્ક્રીન પર સારું કામ કર્યું છે. નાટકીય ચિત્રણ ક્રેઝી છે. સ્ટોરી લાંબી છે પણ શ્રેષ્ઠ એક્શન સાથે.
'કંગુવા'માં સૂર્યાના અભિનયના ખૂબ વખાણ થઈ રહ્યા છે અને આ અંગે અન્ય યુઝરની પ્રતિક્રિયા સામે આવી છે. યુઝરે લખ્યું કે, 'આ સંપૂર્ણપણે સૂર્યાનો વન મેન શો છે. તેને કંગુવા તરીકે તેની હાજરી સાથે ફિલ્મ સંભાળી છે. તે આપણી પાસેના શ્રેષ્ઠ અભિનેતાઓમાંનો એક છે.
અન્ય એક યુઝરે આને સૂર્યાના કરિયરનું સૌથી અસરકારક પાત્ર ગણાવ્યું છે. તેણે લખ્યું કે, 'લાઈફ ટાઈમ સેટલમેન્ટ રાઆઆ, સૂર્યાની કારકિર્દીની શ્રેષ્ઠ છે. કોલીવુડની બ્લોકબસ્ટર ફિલ્મ છે.
એક યુઝરે X પર લખ્યું કે, 'તમારી અપેક્ષાઓ ઊંચી રાખો કારણ કે આ બ્લોકબસ્ટર બનવા જઈ રહ્યું છે.'
(1:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
