News of Saturday, 16th November 2024
બાદશાહનું નવુ ગીત ‘મોરની' થયું રીલીઝ
શ્રીદેવી પર ફિલ્માવાયેલા, લત્તા મંગેશકરે ગાયેલા ફિલ્મ લમ્હેના મોરની બાગા માં બોલી...ની ધૂન પર સેટ કરાયું છે આ ગીત

મુંબઇઃ બાદશાહ ફરી એક નવા સોંગ ‘મોરની' સાથે પાછો ફર્યો છે. તેના આ મ્યુઝિક વિડિયોમાં અભિનય કરતી મિસ્ટ્રી ગર્લનું ગીતના લોન્ચિંગ સમયે અનાવરણ કરવામાં આવ્યું હતું અને તે બીજું કોઈ નહીં પણ સુંદર પ્રીતિ મુકુંધન છે, જે એક અભિનેત્રી અને મૉડલ છે જેણે મુખ્યત્વે તમિલ અને તેલુગુ ફિલ્મોમાં કામ કર્યું છે. બાદશાહે અમને ઘણી આઇકોનિક હિટ ફિલ્મો આપી છે. ‘મોરની'એ લતા મંગેશકર દ્વારા ગવાયેલુ અને આઇકોનીક સુપરસ્ટાર શ્રીદેવી પર ફિલ્માવાયેલુ લમ્હે ફિલ્મના ગીત મોરની બાગા મેં બોલી ...ની ધૂન પર સેટ કરાયું છે. બાદશાહે આ તકે આ ગીતની પસંદગી અંગે કહ્યું કે-લમ્હે મારી અત્યાર સુધીની ફેવરિટ ફિલ્મોમાંની એક છે. ઉપરાંત મારા પૂર્વજો રાજસ્થાનના છે, તેથી લોકગીતો પ્રત્યે મને પ્રેમ છે. આ ગીત દરેક માટે છે. મારા હૃદયમાં છે. રાજસ્થાનના લોકો પણ ખૂબ જ ફ્રેન્ડલી છે, તેથી જ તેઓ વીડિયોમાં છે. ત્યાં શુટીંગનો અનુભવ ખુબ સારો રહ્યો હતો.
(12:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
