News of Saturday, 16th November 2024
માલદીવમાં રજાઓ માણી હિના: શેરખાન પાણીની અંદર સ્વિમિંગ કરતો જોવા મળ્યો

મુંબઇ:કેન્સર સામે જંગ લડી રહેલી મનોરંજન જગતની સુંદર અને સ્ટાઇલિશ અભિનેત્રી હિના ખાન સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને અવારનવાર પોતાની લેટેસ્ટ પોસ્ટ ફેન્સ સાથે શેર કરતી રહે છે. આ દિવસોમાં ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ની અભિનેત્રી માલદીવમાં રજાઓ માણી રહી છે.ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરતા અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું છે કે, “આ તે જગ્યા છે, જે મારી જગ્યા છે, સમુદ્ર મને શાંતિ આપે છે.” વીડિયોમાં અભિનેત્રી પાણીની અંદર સ્વિમિંગ (સ્નોર્કલિંગ) કરતી જોવા મળે છે. અભિનેત્રી ત્રીજા સ્ટેજના કેન્સરની સારવાર લઈ રહી છે.
(6:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
