<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st November 2024

ડેવીડ ધવનની ફિલ્‍મ ‘બીવી નંબર-૧' ફરીથી ૨૯મીએ આવશે સિનેમાઘરોમાં

મુંબઇ તા. ૨૧: અસંખ્‍ય હાસ્‍ય અને મનોરંજનના વારસાની ઉજવણી કરતા ડેવિડ ધવનની સૌથી મનોરંજક ફિલ્‍મ બીવી નંબર ૧ ૨૯મી નવેમ્‍બરે મોટા પડદા પર તેની ભવ્‍ય વાપસી કરી રહી છે. ૧૯૯૯ની બ્‍લોકબસ્‍ટરને ધવનની કોમેડી આધારિત વાર્તા કહેવાની ટોચ તરીકે ઓળખાય છે. બીવી નંબર-૧ તમામ પેઢીઓના પ્રેક્ષકાને ગમે તેવી ફિલ્‍મ છે. પ્રેમ, વફાદારી અને કુટુંબના વિષયોનું અન્‍વેષણ કરીને તે પરંપરા અને આધુનિકતા વચ્‍ચે સંપૂર્ણ સંતુલન ધરાવે છે, જે તે યુગની કોમેડી ફિલ્‍મોમાં ભાગ્‍યે જ જોવા મળે છે. સલમાન ખાન, અનિલ કપૂર, કરિશ્‍મા કપૂર, સુસ્‍મિતા સેન, તબ્‍બુ સહિતની મુખ્‍ય ભુમિકા છે. ચુનરી ચુનરી, ઇશ્‍ક સોના હૈ, ટાઇટલ સોંગ આજે પણ લોકોને ગમે તેવા છે. ફિલ્‍મના નિર્માતા વાસુ ભગનાની છે.

(4:16 PM IST)