તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 23rd November 2024
તું મારી આત્મા છો, તું મારુ દિલ છો...કેપ્શન સાથે ઐશ્વર્યા રાયએ દિકરી આરાધ્યાને જન્મદિવસની શુભેચ્છા આપી, તસ્વીરો પોસ્ટ કરી
યુઝર્સએ લખ્યું-તસ્વીરમાં અભિષેક બચ્ચન કેમ નથી? કોઇએ લખ્યું-પોસ્ટ કરવામાં મોડુ કર્યુ, ભુલી ગયા હતાં કે શું?

મુંબઇઃ અમિતાભ બચ્ચન-જયા બચ્ચનની પૌત્રી લોકપ્રિય સ્ટારકીડ આરાધ્યા બચ્ચને ૧૬મી નવેમ્બરે તેનો ૧૩મો જન્મદિવસ ઉજવ્યો હતો. હવે મમ્મી ઐશ્વર્યા રાયે પોતાની પુત્રીના જન્મદિવસની ઉજવણીની તસવીરો ચાહકો સાથે શેર કરી છે. આ સાથે તેણે એક સુંદર કેપ્શન પણ લખ્યું છે. ઐશ્વર્યા રાયે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી આ પોસ્ટ શેર કરી છે. તેની સાથે કેપ્શન છે, તું મારા જીવનનો પ્રેમ છો. તને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. મારું દિલ છો, મારી આત્મા છો, હમેશા રહીશ અને તેનાથી પણ વધુ.!. ઐશ્વર્યાએ આ પોસ્ટ સાથે ઘણી તસવીરો શેર કરી છે. જેમાં પ્રથમ તસવીરમાં, આરાધ્યા બચ્ચન તેના સ્વર્ગસ્થ નાના કળષ્ણરાજ રાયની તસવીરને સ્પર્શતી જોવા મળે છે. બીજી તસવીરમાં ઐશ્વર્યા રાય તેના પિતાની તસવીર સામે આરાધ્યા સાથે જોવા મળી રહી છે. ત્રીજી તસવીર ઐશ્વર્યા અને આરાધ્યાની સેલ્ફીની છે, જેમાં એશના પિતાની તસવીર પણ દેખાઈ રહી છે. ચોથી તસવીરમાં ઐશ્વર્યા રાયની માતા પણ જોવા મળે છે. તસ્વીરોમાં પાર્ટી અને ડેકોરેશનની ઝલક જોવા મળે છે. એક ફુગ્ગા પર લખેલું છે, આરાધ્યા, તું હવે સત્તાવાર રીતે કિશોરાવસ્થામાં પ્રવેશી ચૂકી છે. અભિષેક બચ્ચને પણ ૧૬ નવેમ્બરે આરાધ્યાના જન્મદિવસ પર એક પોસ્ટ શેર કરી હતી. તેણે તેની પુત્રીને તેના જન્મદિવસ પર સુંદર કેપ્શન સાથે શુભેચ્છા પાઠવી. અભિષેક અને ઐશ્વર્યા વચ્ચે હાલમાં મનમેળ નથી તેવી ઘણી વાતો બોલીવૂડમાં વહેતી થઇ હતી. આ વચ્ચે ઐશ્વર્યા રાયની આ પોસ્ટ પર ચાહકો આરાધ્યાને તેના જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. ફિલ્મી હસ્તીઓની કોમેન્ટ્સ પણ આવી રહી છે. બિપાશા બાસુઅ હાર્ટ ઈમોજી પોસ્ટ કરી છે. આ સિવાય ચાહકો એ પણ પૂછી રહ્યા છે કે તસવીરોમાં બચ્ચન પરિવાર કેમ ગાયબ છે? એક યુઝરે લખ્યુ છે કે તસ્વીરોમાં અભિષેક બચ્ચન કેમ નથી? અન્ય એક યુઝરે લખ્યું-દીકરીના જન્મદિવસ પર ખુબ મોડું પોસ્ટ કર્યું. તમે ભૂલી ગયા હતા કે શું? ઐશ્વર્યા રાયની દિકરી સાથેની આ તસ્વીરોવાળી પોસ્ટ ખુબ વાયરલ થઇ છે.
(11:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
