તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 23rd November 2024
રામચરણની ‘ગેમ ચેન્જર'ની યુએસએમાં યોજાશે પ્રી રિલીઝ ઇવેન્ટ

મુંબઇઃ રામચરણ આગામી ફિલ્મ ગેમ ચેન્જરને કારણે ખુબ ચર્ચામાં છે. શંકર દ્વારા દિગ્દર્શિત બહુપ્રતિક્ષિત ફિલ્મ શ્રી વેંકટેશ્વર ક્રિએશન્સ અને ઝી સ્ટુડિયો હેઠળ દિલ રાજુ અને સિરીશ દ્વારા નિર્મિત છે. ફિલ્મ ગેમ ચેન્જર ૨૧મી ડિસેમ્બર ૨૦૨૪ના રોજ યુએસએમાં ટેક્સાસ ખાતે ગારલેન્ડમાં પ્રી-રિલીઝ થશે. ભારતીય સિનેમામાં પ્રથમ વખત જ આવુ થઇ રહ્યું છે. કરિશ્મા ડ્રીમ્સના રાજેશ કાલેપલ્લી દ્વારા આયોજિત આ અભૂતપૂર્વ ઉત્સવ તેલુગુ અને ભારતીય સિનેમા માટે એક ઐતિહાસિક ક્ષણ છે. યુ.એસ.એ.ના ડલ્લાસમાં સ્થિત રાજેશ કાલેપલ્લી એક અનુકરણીય વ્યક્તિ છે જેમણે એક ઉદ્યોગસાહસિક, પરોપકારી અને સમુદાયના નેતા તરીકે નોંધપાત્ર વારસો રચ્યો છે. ગેમ ચેન્જરમાં રામ ચરણ ડબલ રોલમાં છે અને વાર્તા કાર્તિક સુબ્બારાજે લખી છે. એસ.એસ. થમન દ્વારા સંગીત, સાઈ માધવ બુરાના સંવાદો અને ટેકનિશિયનોની એક અદભૂત ટીમ સાથે, આ ફિલ્મ દ્રશ્ય અને ભાવનાત્મક બની રહેશે તેવી નિર્માતાને આશા છે.
(2:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
